Tuesday, April 28, 2026
HomeGeneralTBના દર્દીએ દવા કેટલા વાગે લેવાની છે એ સમયનું દવાના બોક્ષમાં એલારામ...

TBના દર્દીએ દવા કેટલા વાગે લેવાની છે એ સમયનું દવાના બોક્ષમાં એલારામ સેટ કરાશેઃ નર્મદામાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો

- Advertisement -

વિશાલ મિસ્ત્રી (નવજીવન.રાજપીપળા): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2025માં ભારત દેશમાંથી ટીબી રોગ સંપૂર્ણ નાબૂદ કરવા માટે સંકલ્પ લીધો છે. હાલ એ જ દીશામાં સમગ્ર દેશમાં કાર્યવાહી ચાલી રહી છે. અગાઉ કોઈ પણ બિન સરકારી વ્યક્તિ જો ટીબીના દર્દીને શોધી લાવે અને એ દર્દીને જો ટીબી હોવાનું નિદાન થાય તો એ વ્યક્તિને 500 રૂપિયા આપવાની પણ સરકારે જાહેરાત કરી હતી. એ યોજનાનો હાલ ખાસ્સો એવો ફાયદો થઈ રહ્યો છે, ત્યારે હવે ટીબીના દર્દીઓની ડિઝીટલ રીતે સારવાર કરવાની સરકારની યોજના છે. ગુજરાતના નર્મદા જિલ્લા સહીત અન્ય 9 જિલ્લાઓમાં એ માટેનો એક પાયલોય પ્રોજેકટ હાથ ધરાયો છે. જો સફળતા મળશે તો આખા ગુજરાત અને ત્યાર બાદ આખા દેશમાં ડિઝીટલ સારવાર પદ્ધતિને લાગુ કરાશે.



પીએમ મોદીને આખા દેશને ડિઝીટલ માધ્યમ સાથે જોડવાનું આહવાન કરી ડિઝીટલ ઈન્ડિયાનું સૂત્ર આપ્યું છે. ત્યારે સરકારે ડિઝીટલ ઇન્ડિયાને આરોગ્ય સેવાઓ સાથે જોડી હઠીલા ટીબીની ડિઝીટલ રીતે સારવાર કરવાનું નક્કી કર્યું છે. હાલ ગુજરાતના નર્મદા, જામનગર, સુરત, ગાંધીનગર, ભરૂચ, રાજકોટ અને બનાસકાંઠામાં એ માટેનો પાયલોટ પ્રોજેકટ હાથ ધરાયો છે, પાયલોટ પ્રોજેકટમાં સફળતા મળ્યા બાદ આખા ગુજરાત અને દેશ ભરમાં એ સારવાર લાગુ કરાશે.

આ પાયલોટ પ્રોજેક્ટ બાબતે નર્મદા જિલ્લા ક્ષય અધિકારી ડો. ઝંખના વસાવાએ જણાવ્યું હતું કે, હવે મલ્ટી ડ્રગ રેજિસ્ટન્ટ ટીબી (હઠીલો ટીબી) ની સારવાર ડિઝીટલ ટેકનોલોજી MERM (Medication Event And Reminder Monitor) થી દવા આપવાનો પાયલોટ પ્રોજેકટ નર્મદા જિલ્લામાં હાથ ધરાયો છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના 2 દર્દીઓને 19/01/2022 થી આ પદ્ધતિ દ્વારા સારવાર પર મુકાયા છે.

- Advertisement -

આ પદ્ધતિમાં હઠીલા ટીબીના દર્દીને એક માસના દવાના બોક્ષમાં એક ઇલેક્ટ્રિનિક્સ ડીવાઈઝ ફિટ કરવામાં આવ્યું છે. એ ડીવાઈઝના IMEI નંબરને ટીબીના નિક્ષય નામના સોફ્ટવેર સાથે સંકલિત કરાયું હોય છે, એ સોફ્ટવેરમાં ટીબીના દર્દીની તમામ માહિતી પહેલેથી એડ કરેલી હોય છે. જે તે દર્દીને દવા લેવા માટેનો એક ચોક્કસ સમય સેટ કરેલો હોય છે, જો દર્દી એ સમયે દવા લેવાનું ભૂલી જાય તો દવાના બોક્ષમાં અડધો કલાકમાં 3 વાર એલરામ વાગશે. છતાં જો દર્દી દવા લેવાનું ભૂલી જશે તો ટીબીના નિક્ષય સોફ્ટવેરમાં લાલ લાઈટ થશે જેથી આરોગ્ય વિભાગ દ્વારા ફોન કરી દર્દીને દવા લેવાનું યાદ કરાવશે, અને સાથે સાથે એમ પણ પૂછશે કે તમે કેમ સમયસર દવા લીધી નથી. જો દર્દીએ નિયત સમયે દવા લીધી હશે તો નિક્ષય સોફ્ટવેરમાં લીલી લાઈટ થશે.



દવાના ડિઝીટલ બોક્ષને એક વાર ચાર્જ કર્યા પછી એને લગભગ 2 મહિના સુધી ચાર્જ નહિ કરવું પડે

ટીબીની સારવાર માટેનું આ ડિઝીટલ બોક્ષ 21.5 સેમી લાબું, 28.1 સેમી પહોળું અને 9.1 સેમી ઊંચું હશે.આ બોક્ષ સાથે એક ચાર્જર પણ આપવામાં આવશે, એક વાર ચાર્જ કર્યા પછી લગભગ 2 મહિના સુધી એ બોક્ષને ચાર્જ કરવાની જરૂર નહીં પડે તેવો દાવો કરવામાં આવ્યો છે.

- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular