Farooq Maulana conspired with a doctor to get out of Junagadh Jail : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાણીની ગોળી મારી હત્યા (Javed Tajvani Murder Veraval) કરવાના કેસમાં ફારૂક મૌલાના સહિત ચાર આરોપીઓ જેલવાસ ભોગવી રહ્યા છે. ત્રણેક મહિના અગાઉ થયેલી હત્યાના કેસમાં ફારૂક મૌલાનાએ વચગાળાના જામીન મેળવવા માટે અદાલતમાં બિમારીનું કારણ આપી ડૉક્ટરનું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. જૂનાગઢ જેલના રેકોર્ડ અને ડૉક્ટરના સર્ટિફિકેટ વચ્ચે ભારે વિસંગતતા સામે આવતા અદાલતે જામીન અરજી ફગાવી દીધી છે. આ ઉપરાંત કેદીને તપાસ્યા વિના સારવાર સર્ટિફિકેટ આપનારા કેશોદના ડૉક્ટર રાજેશ સાંગાણી (Dr. Rajesh Sangani) સામે ગુજરાત મેડિકલ કાઉન્સિલને કાર્યવાહી કરવા અદાલતે આદેશ આપ્યો છે.
ગત મે મહિનામાં વેરાવળ ખાતે તુરક સમાજના પ્રમુખ ફારૂક તાજવાણીની જાહેરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ફારૂક મૌલાના, તેમના પુત્ર સહિત ચાર લોકોની પોલીસે ધરપકડ કરતા જેલ હવાલે થયા હતા. ફારૂક મૌલાનાએ બિમારીની સારવાર માટે 15 દિવસના વચગાળાના જામીન મેળવવા માટે અદાલતમાં અરજી કરી હતી. સારવાર માટે રજૂ કરાયેલા મેડિકલ સર્ટિફિકેટ અને જૂનાગઢ જેલના રેકર્ડ વચ્ચે ભારે વિસંગતતા સામે આવી હતી. ફારૂક મૌલાના જેલવાસ ભોગવી રહ્યા છે તો તેમની ડૉક્ટરે ચકાસણી ક્યારે કરી ? તેવા ગંભીર મુદ્દાઓને લઈને અદાલતે કેશોદના ડૉક્ટર રાજેશ સાંગાણી સામે આકાર પાણીએ થઈ હતી. ગેરમાર્ગે દોરનારા સર્ટિફિકેટ સામે કાર્યવાહી જરૂરી છે તેવી કોર્ટે ટકોર કરી હતી. ડૉ. રાજેશ સાંગાણીના કૃત્યને લઈને અદાલતે મેડિકલ કાઉન્સિલને કાર્યવાહી કરવા હુકમ કર્યો છે.








