નવજીવન.નવી દિલ્હી: પેગાસસ સ્પાયવેર જાસૂસીકાંડ બાબતે કેન્દ્ર સરકાર પર વિપક્ષે અનેક માછલાં ધોયા હતા. જો કે આજે NYTના એક રિપોર્ટમાં ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ભારત સરકારે વર્ષ 2017માં ઈઝરાયેલ સાથે લગભગ 2 બિલિયન યુએસ ડોલરના સંરક્ષણ સોદા હેઠળ ઈઝરાયેલી સ્પાયવેર પેગાસસ અને મિસાઈલ સિસ્ટમ ખરીદી હતી.
ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. ગયા વર્ષે એક મોટો વિવાદ શરૂ થયો હતો. ભારત સહિત ઘણા દેશોની સરકારો દ્વારા પત્રકારો, માનવાધિકાર કાર્યકર્તાઓ, રાજકારણીઓ અને અન્ય લોકોની જાસૂસી કરવા માટે પેગાસસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સ્પાયવેર ઈઝરાયેલના NSO ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું છે. ઇઝરાયેલી સંરક્ષણ મંત્રાલય પેગાસસ માટે લાઇસન્સ સોદો ભારત સહિત પોલેન્ડ, હંગરી અને અન્ય દેશોમાં પણ વેચાણ થયું હતું.
‘The Battle for the World’s Most Powerful Cyberweapon’ ના હેડિંગ સાથે NYTએ રિપોર્ટમાં કહ્યું છે કે ઇઝરાયેલની ફર્મ NSO ગ્રૂપ “લગભગ વિશ્વભરની કાયદા અમલીકરણ અને ગુપ્તચર એજન્સીઓને સબસ્ક્રિપ્શન આધારે તેના સ્પાયવેર સોફ્ટવેરનું વેચાણ કરી રહી છે. એક દાયકા.” આ ફર્મનો દાવો છે કે આ સ્પાયવેર તે કરી શકે છે જે બીજું કોઈ કરી શકતું નથી. ન તો કોઈ ખાનગી કંપની કે ન કોઈ દેશની ગુપ્તચર એજન્સી. પેગાસસથી કોઈપણ iPhone અથવા Android સ્માર્ટફોનના એન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશનને સતત અને વિશ્વસનીય રીતે હેક કરી શકાય છે. અહેવાલમાં જુલાઈ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈઝરાયેલની મુલાકાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મુલાકાત પછી ઈઝરાયેલની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












