Saturday, August 1, 2026
HomeInternationalકેમ Spain માં અચાનક આટલા ઘૂસણખોરો આવી ગયા? જાણો તમામ બાબતો

કેમ Spain માં અચાનક આટલા ઘૂસણખોરો આવી ગયા? જાણો તમામ બાબતો

- Advertisement -

અચાનક બીજા દેશના હજારો લોકો તમારા દેશમાં ઘૂસી (Illegal Immigration) જાય તો શું થાય? કાંઈક એવું જ હાલ સ્પેન (Spain)માં થઈ રહ્યું છે. 60 હજાર આસપાસની સંખ્યામાં લોકો સ્પેઈનની બોર્ડર પરથી તો ઘૂસી જ ગયા છે પરંતુ ઘણી એવી ઘટનાઓ પણ છે કે તે લોકો જબરજસ્તી કોઈના પણ ઘરમાં ઘૂસવાના પ્રયત્નો કરી રહ્યા છે. રસ્તા પર ઊભેલી ગાડીઓમાં આગ લગાવી રહ્યા છે. રસ્તા પર લોકોનો મોટો રેલો જોવા મળી રહ્ય છે. ભૂખથી બેહાલ બનેલા કેટલાક લોકો તો કાંઈ પણ કરી નાખવા તૈયાર થયા છે. તેવામાં સ્પેઈનના લોકો ના ઘરમાં સુરક્ષિત અનુભવી રહ્યા છે ના રસ્તા પર, પણ સૌથી મોટો સવાલ જે તમને થઈ રહ્યો છે, કે આવું કેમ થયું? કેમ અચાનક મોરક્કો (Morocco) થી આટલી ભીડ દેશની બોર્ડર ક્રોશ કરી રહી છે? તો તેની પાછળ એક નહીં પણ ઘણા કારણો છે. જે કારણો અંગે આપણે જાણીએ.

મુખ્ય 5 કારણ એવા છે કે મોરક્કોમાં યુનાનોને રોજગારીની સમસ્યાઓ ઘણી છે. જેને કારણે સારા ભવિષ્ય માટે તે યુરોપ એટલે કે સ્પેઈન તરફ વળ્યા છે.

- Advertisement -

બીજું મહત્વનું કારણ છે કે સ્પેઈનના ઉત્તરી આફ્રીકી વિસ્તાર ‘સેઉટા’ (Ceuta) આફ્રિકા અને યુરોપ વચ્ચે મુખ્ય પ્રવેશ દ્વાર છે જ્યાં બોર્ડર પાર કરતા જ લોકો યુરોપમાં દાખલ થઈ જાય છે. પણ આટલી મોટી સંખ્યામાં લોકોનું ઘૂસી આવવું તેનું કારણ પણ જાણવા જેવું છે.

ત્રીજું અને સૌથી મોટું કારણ જુલાઈ 2006માં સ્પેઈનની સુપ્રીમ કોર્ટે કરેલો નિર્ણય છે. વાત એવી છે કે સુપરીમ કોર્ટે હાલમાં જ નિર્ણય સંભળાવ્યો કે સમુદ્રના રસ્તે તરીને આવનારા પ્રવાસીઓને વગર કોઈ કાયદાકીય પ્રક્રિયાએ તુરંત પાછા મોકલવા ના જોઈએ. ધી ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, માનવ તસ્કરોએ આ નિર્ણયને તોડી-મરોડીને ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર ફેલાવી દીધો કે સ્પેઈનની બોર્ડર ખુલી ગઈ છે. હવે જે પણ ત્યાં જશે તેમને કાઢી મુકવામાં નહીં આવે. આ અફવાએ થોડા જ કલાકોમાં હજારોની સંખ્યામાં ભીડ બોર્ડર પર ભેગી કરી દીધી.

ચોથું કારણ એ પણ છે કે, શરુઆતમાં જ મોરક્કોના બોર્ડર ગાર્ડ્સે પ્રવાસીઓને રોક્યા નહીં, કેટલાક પ્રવાસીઓએ કહ્યું કે મોરક્કોના સુરક્ષા કર્મીઓએ તેમને રોક્યા નહીં પણ કથિત રીતે બોર્ડર તરફ જવાનો ઈશારો કર્યો. તજજ્ઞો અનુસાર, મોરક્કો ઘણીવાર સ્પેઈન અને યુરોપીયન સંઘ સાથે રાજનૈતિક કે નાણાકાય લાભ મેળવવા માટે પોતાની સીમાઓ પર ઢીલ આપતું રહ્યું છે.

- Advertisement -

પાંચમુ મુખ્ય કારણ કુદરતી છે. જેમાં હાલમાં જુલાઈ મહિનામાં મૌસમ ગરમ હોય છે અને ત્યાંનો દરિયો શાંત રહે છે. જેનાથી મોરક્કોના તટીય શહેર ફનીદેક થી સ્પેઈનના સેઉટા સુધી તરીને કે રબર ટ્યુબની મદદથી જવાનું સરળ થઈ જાય છે. જેવી અફવા ફેલાઈ, હજારો યવાનોએ એક સાથે પાણીમાં કૂદીને કે બોર્ડર ફેંસિંગ પર બળ લગાવીને સુરક્ષા વ્યવસ્થાને પુરી રીતે ધ્વસ્ત કરી નાખી.
પણ અન્ય એક મુખ્ય બાબત એ પણ છે કે આ ઘૂસણખોરી દરમિયાન ડઝનબંધ લોકોના મોત થયાના પણ અહેવાલ બીબીસી ન્યૂઝ આપી રહ્યું છે. જે ચિંતાનો વિષય છે.

પણ હવે સવાલ થાય કે આગળ શું? હાલની તાજા ન્યૂઝ અપડેટ્સ કહી રહી છે કે સ્પેઈને આ મામલાને પોતાની ક્ષેત્રીય અખંડતા પર હુમલો કહ્યો છે અને સુરક્ષા વધારવા સાથે ઘણા પ્રવાસીઓને ઝડપથી પાછા એટલે કે ડિપોર્ટ કરવાના શરૂ કરી દીધા છે. બોર્ડર પર સેના તૈનાત થવા અને બંને દેશો સાથે સમજૂતીઓ બાદ 48 હજાર જેટલા પ્રવાસીઓને પાછા મોરક્કો મોકલી દેવાયા છે અથવા તેમ મોકલવાની લગભગ તમામ તૈયારીઓ થઈ ચુકી છે. તેમમને બોર્ડર પોસ્ટ અને ફેંસિંગના રસ્તે પાછા મોરક્કોની સીમામાં ધકેલાયા છે. હાલ સ્પેઈને સેઉટા બોર્ડર પર સેના તૈનાત કરી દીધી છે.

જે લોકો હજુ પણ સેઉટામાં જ છે તેમને શરણાર્થી તરીકે શિબીરોમાં રાખવામાં આવ્યા છે.

- Advertisement -

જોકે હાલમાં જ ત્યાંની સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે સમુદ્રના રસ્તે આવનારા લોકોને વગર કાયદાકીય પ્રક્રિયાએ તુરંત પાછા ના કાઢવામાં આવે, પણ હાલની સ્થિતિને સંકટ તરીકે જોતા સ્પેઈન સરકારે ત્વરિત ડિપોર્ટેશન માટે કાયદાકીય રસ્તાઓ અને દ્વિપક્ષીય સમજૂતીઓનો ટેકો લીધો છે. સરકારે ચોખવટ કરી દીધી છે કે, ગેરકાયદે ઘૂસનારા પ્રવાસીઓને સ્પેઈનમાં રહેવાની પરવાનગી ના આપી શકાય અને તેનું અંતિમ પરિણામ ડિપોર્ટેશન જ હશે.
હવે આ ઘટનાએ સ્પેઈન માટે પણ ભારે મોટું જોખમ ઊભું કર્યું છે અને તે શું છે? તો અહીં યુરપીયન દેશોમાં આ ઘટના પછી એક થવાને બદલે સ્પેઈનને ટેકો કે મદદ કરવાને બદલે તેની સામે નારાજગી જોવા મળી રહી છે. હાલમાં જ ઈટલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ સ્પેઈન સાથે શેનઝેન ઓપન બોર્ડર સમજૂતીને અસ્થાઈ રુપે સસ્પેન્ડ કરી દીધી છે. હવે સ્પેઈનથી આવનારા યાત્રીઓની કડક પાસપોર્ટ ચેકિંગ થશે. સાથે જ મેલોનીએ સ્પેઈનને શેંઝેન ઝોનમાંથી બહાર કરવાની માગ કરી છે.

ફ્રાંસે પણ પોતાની બોર્ડર્સ પર સુરક્ષા વધારી દીધી છે અને વધારે ફોર્સ તૈનાત કરીને સ્પેઈનથી આવનારા પ્રવાસીઓ માટે બોર્ડર સીલ કરી દીધી છે.

ઉપરાંત યુરોપીયન સંઘના દક્ષિણપંથી નેતાઓનો આરોપ છે કે સ્પેઈનના પ્રધાનમંત્રી પ્રેડો સાંચેઝ નરમ પ્રવાસી નીતિઓ જે નીતિ અંતર્ગત હાલમાં જ અંદાજે 5 લાખ ગેરકાયદે પ્રવાસીઓને નાગરિક્તા આપવાની પ્રક્રિયા કરી હતી તેને માનવ તસ્કરીને ટેકો કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.

હવે સ્પેઈન માટે સૌથી મોટી ચિંતા સગીર વયના બાળકો છે. અહીં સુપ્રીમ કોર્ટનો વર્ષ 2024નો એક મોટો નિર્ણય પણ સ્પેઈન માટે ગળાનું હાડકું બન્યો છે. એલિયંસ રેગ્યુલેશન 2024ની તે જોગવાઈઓને રદ કરતા કોર્ટે સાફ કહ્યું હતું કે સ્પેઈનની ધરતી પર આવતા કોઈ પણ વિદેશી સગીર બાળકોને તુરંત પાછા ના મોકલી શકાય અને સરકારે તેમની સુરક્ષા અને દેખરેખની પુરી કાયદાકીય જવાબદારી ઉઠાવવી પડશે. જોકે અત્યારે આ કાયદાકીય સંરક્ષણ છતા સેઉટામાં આવેલા શિબિરો સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે, જેનાથી સૈંકડો બાળકોને રસ્તા પર ખુલ્લામાં સુવું પડી રહ્યું છે. સેઉટાની સ્થાનીક સરકાર અને સ્પેઈનની વિપક્ષી પાર્ટી pp ના સંસદમાં એક નવું બિલ પણ રજૂ કરાયું છે. તે દેશના મુખ્ય પ્રવાસી કાયદા એટલે કે એલિયન્સ એક્ટમાં સંશોધન કરવા માગે છે જેથી આ ઈમર્જન્સીની સ્થિતિમાં બાળકોને પણ તુરંત મોરક્કો પાછા મોકલવાનો કાયદાકીય અધિકાર મળી શકે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular