Wednesday, April 29, 2026
HomeGeneralમોડાસા: ભાજપ સંચાલિત નગરપાલિકામાં ફાયર વિભાગ ભરતીમાં લાખ્ખો રૂપિયાની લેતીદેતીની ચર્ચા વચ્ચે...

મોડાસા: ભાજપ સંચાલિત નગરપાલિકામાં ફાયર વિભાગ ભરતીમાં લાખ્ખો રૂપિયાની લેતીદેતીની ચર્ચા વચ્ચે ખુદ પ્રમુખે પરીક્ષા રદની માંગ કરી

- Advertisement -

નવજીવન.મોડાસાઃ ભરતી કૌભાંડના આક્ષેપો જ્યારે સમગ્ર રાજ્યમાં થઇ રહ્યા હોય ત્યારે અરવલ્લીનું મોડાસા કેમ બાકી રહે..! મોડાસા પાલિકામાં ફાયર વિભાગની ભરતીમાં ઉમેદવારોને પાસ કરાવી આપવા લાખો રૂપિયા લીધા હોવાની વાત ચર્ચામાં હતી ત્યારે જ કથિત ઓડીયો વાયરલ થતા જ મળતી માહિતી અનુસાર પાલિકા પ્રમુખે ભરતી રદ કરવા માટે ગાંધીનગર કશ્વિનરને અરજી કરી છે ત્યારે અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે અને સમગ્ર મામલે વિપક્ષ અને કોંગ્રેસ કેમ ચૂપ છે તે પણ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.

છેલ્લા કેટલાક સમયથી સરકારી નોકરીની ભરતી અને કૌભાંડો જાણે પયાર્ય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. ભરતીમાં ભ્રષ્ટાચારની મૌસમ પુર બહારમાં ખીલી હોય તેમ એક પછી એક કાંડ બહાર આવતા જ રહે છે. હજુ તો અરવલ્લી અને સમગ્ર રાજ્યમાં ઉર્જા વિભાગ ભરતી કૌભાંડની ચર્ચાઓ ચોરે ને ચોકે થઇ રહી છે ત્યાં જ વળી મોડાસામાં ફાયર વિભાગની ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચારની ચર્ચાઓ વચ્ચે પાલિકા પ્રમુખે અગમચેતીના પગલા રૂપે ભીનું સંકેલી લીધું હોય તેવું લાગી રહ્યું છે. પોતાના નાક નીચે ભ્ર્ષ્ટાચાર થયો હોય અને પ્રમુખ અજાણ હોય તેવું કેવી રીતે શક્ય બને? પોતાના તાબા હેઠળની નગરપાલિકામાં કઈંક રંધાઇ રહ્યું હોય અને તેની ગંધ પણ પ્રમુખને ન આવે તે કેવી રીતે શકાય બને?

- Advertisement -



જેને કારણે પ્રશ્નો ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે કે, શું રેલો આવવાનો છે તેવી ભીતિ થતા તાબડતોબ પાલિકા પ્રમુખે ગાંધીનગર કમિશનર કચેરી ખાતે લેખિતમાં જાણ કરી મોડાસા ફાયર વિભાગની ભરતી માટે લેવાયેલ લેખિત પરીક્ષા રદ કરી નવેસરથી પરીક્ષા લેવામાં આવે તેવી માંગ કરી ? તેવા પ્રશ્નો જાગૃત નાગરિકો પુછી રહ્યા છે. હવે જ્યારે પ્રમુખે જ્યારે જાતે અરજી કર્યાની ચર્ચા છે ત્યારે પાલિકાના સુત્રો અનુસાર કૌભાંડ આચારવાની શરૂઆત ભરતી બહાર પડવાના કેટલાક સમય અગાઉથી કરવામાં આવી હતી. ફાયર વિભાગની જાહેરાત બહાર પડવાની છે તેની જાણકારી જે ઉમેદવારો પાસે પરીક્ષા પાસ કરાવવા ૧૫ લાખ માંગ્યા હોવાના આક્ષેપ થઇ રહ્યા છે તેમને ઘણા સમય પહેલા આપી દેવામાં આવી હતી અને ઉમેદવારોને ચોક્કસ સંસ્થામાંથી લાયકાતના સર્ટીફીકેટ મેળવવાનું જણાવ્યું હતું. જાહેરાત આપ્યા પછી તમામ ઇચ્છુક ઉમેદવારો પાસેથી ચોક્કસ સંસ્થામાંથી લાયકાત પ્રાપ્ત કરેલ સર્ટીફીકેટની માંગણી કરતા સેટીંગ વિનાના ઉમેદવારો પહેલાથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. પ્રમુખે અરજી કરી અંધારામાં તીર તો નહીં જ માર્યું હોય ત્યારે હવે કૌભાંડીઓના નામ જાહેર કરે તો જ પ્રમુખ આ કૌભાડમાં સામેલ નથી, તેવું સાબિત થશે તેવી ચર્ચાઓ થઈ રહી છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular