નવજીવન.ધંધુકા: અમદાવાદનાં ધંધુકા તાલુકામાં એક માલધારી પરિવારના એક યુયાવ્ક્નિ હત્યાના કારણે સમગ્ર ધંધુકામાં વાતાવરણ ડોહળાયું હતું. વિશ્વ હિન્દુ પરિસદ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું જે બોટાદ અને રાણપુરમાં પણ લોકોએ સ્વેચ્છાએ પાળ્યું હતું. ગઈ કાલે પોલીસ દ્વારા બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપસ કરવામાં આવી રહી છે ત્યારે આજે મૃતક કિશન ભરવાડ માટે પ્રાર્થના સભા રાખવામાં આવી હતી. આ પ્રાર્થના સભામાં ગુજરાતનાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા અને કિશન ભરવાડને શ્રદ્ધાંજલી આપી હતી.

પ્રાર્થના સભામાં શર્દ્ધાંજળી આપ્યા બાદ તેમણે યુવકના પરિવાર સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, “કિશન પર હુમલો થયો તે સામાન્ય હૂમલો નથી. રાજ્ય સરકાર અને ખાસ કરીને અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા ઘટના બનતાની સાથે જ અલગ અલગ ટીમો બનાવીને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ અલગ અલગ ટીમ દ્વારા રાત-દિવસ એક કરીને કિશનના હત્યારાઓને પકડી લેવામાં આવ્યા છે. માત્ર હત્યારા જ નહીં, પરંતુ એની પાછળ જેટલી શક્તિ લાગેલી છે એ તમામ લોકોને 24 જ કલાકમાં અલગ અલગ ખૂણેથી પકડી પાડવામાં આવ્યા છે. મને લાગ્યું કે આ કેસનું નિરીક્ષણ મારે પોતે જ કરવું છે. આ કેસમાં અમદાવાદ જિલ્લા પોલીસે ખૂબ સારી કામગીરી કરી છે.”
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપરાંત કિશન ભરવાડની પ્રાર્થના સભામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ સહિતના અનેક આગેવાનોએ હાજરી આપી હતી અને પરિવારના સભ્યોને શાંતવાના આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે મૃતક કિશને એક સમાજ માટે નથી પરંતુ હિન્દુ ધર્મ માટે બલિદાન આપ્યું છે. આ યુવાનનું નામ અમર રહે તે માટે કિશનના નામે એક માર્ગ બનાવવામાં આવે તેમજ એક સ્ટેચ્યું પણ લગાવવામાં આવે તેવી માગ કરી હતી.

અમદાવાદ ગરમી પોલીસ દ્વારા બે શકમંદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે તેમજ હથિયાર ક્યાથી લાવ્યા અને કોની પાસેથી લાવ્યા તે અંગેની તપસ કરવામાં આવી રહી છે. મૃતક યુવક દ્વારા સોશિયલ મીડિયામાં એક ધર્મ વિરુદ્ધની પોસ્ટ કરવામાં આવી હતી તેના ઓલીધે તેની હત્યા કરવામાં આવી તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












