Friday, September 11, 2026
HomeNationalRahul Gandhi સંસદમાંઃ ત્રીજા દિવસે ફરી વિરોધ કરશે, CJP અને કોંગ્રેસ બાદ...

Rahul Gandhi સંસદમાંઃ ત્રીજા દિવસે ફરી વિરોધ કરશે, CJP અને કોંગ્રેસ બાદ આજે સમગ્ર વિપક્ષનું માર્ચ

- Advertisement -

Rahul Gandhi Paper Leak Monsoon Session: સંસદના ચોમાસુ સત્ર (Monsoon Session)ના ત્રીજા દિવસે પણ બાળકો પર દંડાવાળી અને વિરોધ પ્રદર્શનને લઈ વિપક્ષની નારાજગી જોવા મળી છે. કોકરોચ જનતા પાર્ટી (CJP)ના આંદોલન અને કોંગ્રેસના વિરોધ બાદ આજે વિવિધ વિપક્ષી પક્ષોના સાંસદો સંસદ પરિસરમાં વિરોધ માર્ચ યોજી રહ્યા છે. કોંગ્રેસના સાંસદો કાળા કપડાં (Black Dress Protest) પહેરીને સંસદમાં પહોંચ્યા છે અને વિદ્યાર્થીઓના મુદ્દે સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે.

મંગળવારે જંતર-મંતર (Jantar Mantar) પર ચાલી રહેલા CJPના પ્રદર્શન વચ્ચે રાહુલ ગાંધી (Rahul Gandhi), પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi), અખિલેશ યાદવ (Akhilesh Yadav) સહિત અનેક વિપક્ષી સાંસદો વડાપ્રધાનના નિવાસસ્થાન (PM Residence) નજીક ધરણા પર બેઠા હતા. ત્યારબાદ પોલીસે તેમને ત્યાંથી હટાવ્યા હતા. આ ઘટનાને પગલે કોંગ્રેસે સરકાર સામે વધુ આક્રમક વલણ અપનાવ્યું છે.

- Advertisement -

રાહુલ ગાંધીએ સરકાર સમક્ષ પાંચ મુખ્ય માંગણીઓ મૂકી હતી, જેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)ના રાજીનામાની માંગ અને ગૃહમંત્રી દ્વારા સંસદમાં નિવેદન આપવાની માંગ મુખ્ય હતી. તેમણે વિદ્યાર્થીઓના મુદ્દે સંસદમાં ચર્ચા કરાવવાની પણ માંગ કરી હતી.

બીજી તરફ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે સરકાર નીટ (NEET) મુદ્દે સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે અને સમસ્યાના ઉકેલ માટે પ્રતિબદ્ધ છે. જોકે તેમણે રાહુલ ગાંધી પર વિદ્યાર્થીઓના મુદ્દાનો રાજકીય લાભ લેવા પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ પણ NDAના ‘મંગલ મિલન’ કાર્યક્રમમાં પેપર લીકના દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આજે વિપક્ષી સાંસદો સંસદના મકર દ્વાર (Makar Dwar)થી ગાંધી પ્રતિમા (Gandhi Statue) સુધી વિરોધ માર્ચ યોજશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદની કાર્યવાહી માટે સંસદ ભવન પહોંચ્યા હતા અને વરિષ્ઠ મંત્રીઓ સાથે સંસદીય વ્યૂહરચના અંગે બેઠક કરશે તેવી માહિતી મળી છે. સરકાર બંને ગૃહોમાં નીટ મુદ્દે ચર્ચા શરૂ કરવા માટે પણ પ્રયત્નશીલ હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -

આ દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આજે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) સાથે મુલાકાત કરશે. આ બેઠક સંજય રાઉત (Sanjay Raut)ના નિવાસસ્થાને યોજાશે, જેમાં CJPના આંદોલન સહિતના રાજકીય મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

સીપીએમ (CPM)ના રાજ્યસભા સાંસદ ડૉ. વી. શિવદાસન (Dr. V. Sivadasan)એ રાજ્યસભાના અધ્યક્ષને નિયમ 267 હેઠળ નોટિસ આપી પરીક્ષા પ્રણાલીમાં થયેલી ગેરરીતિઓ અને દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા યુવાનો પર પોલીસ કાર્યવાહી અંગે તાત્કાલિક ચર્ચાની માંગ કરી છે. કોંગ્રેસે ગઈકાલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ સામે ધરણા પ્રદર્શન કર્યું હતું. દરમિયાનમાં રાહુલ ગાંધીને પોલીસે ઢસેડીને અને ટીંગાટોળી કરીને ડીટેઈન કર્યા હતા. જે પછી મોડી સાંજે તેમને છોડવામાં આવ્યા અને

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular