Saturday, June 13, 2026
HomeNationalપ્રત્યેક ગ્રાહકને એક દિવસમાં મહત્તમ 200 લિટર ડીઝલ જ મળશે : Modi...

પ્રત્યેક ગ્રાહકને એક દિવસમાં મહત્તમ 200 લિટર ડીઝલ જ મળશે : Modi Government

- Advertisement -

Modi Govt Caps Diesel Sale at 200 Liters Per Day : નોટબંધી સમયે ચલણી નોટો બદલી આપવાની મર્યાદા નક્કી કરાઈ હતી તેમ હવે ડીઝલ વેચાણમાં પણ મોદી સરકારે (Modi government took a demonetization-like decision on diesel sales) મર્યાદા નક્કી કરી છે. સરકારે 500 અને 1000ની ચલણી નોટો બંધ કરી ત્યારે પણ આવો જ એક નિયમ હતો કે, એક વ્યક્તિને દિવસમાં એક વખત રૂપિયા 4 હજાર (બાદમાં 4500) ની નોટો બદલી આપવામાં આવશે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે તેલ સંકટ (Oil crisis due to war between US and Iran) ની સ્થિતિ ઉભી થઈ છે. આ જ કારણસર કેન્દ્ર સરકારે ઇંધણની સંગ્રહખોરી અટકાવવા એક નિર્ણય (Decision for stop fuel hoarding) લીધો છે. સરકાર કહે છે કે, ભારતમાં ડીઝલની કોઈ અછત નથી, પરંતુ સંગ્રહખોરો લોકોમાં રહેલા ડરનો ફાયદો ના ઉઠાવે તે માટે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા આજે શુક્રવારે જાહેર કરાયેલા નવા આદેશ અનુસાર, હવેથી કોઈ પણ ગ્રાહકને પેટ્રોલ પંપ પરથી એક દિવસમાં મહત્તમ 200 લીટર ડીઝલ જ અપાશે. મહત્વની વાત એ છે કે, એક જ ગ્રાહક દિવસમાં એક જ વખત 200 લિટર ડીઝલ ભરી શકે અને બીજી વાર તેને ના મળી શકે તે માટે સરકારે શું વ્યવસ્થા ગોઠવી છે તે તો રામ જાણે !

6 વ્હીલરથી લઈને 22 વ્હીલર સુધીની ટ્રક/ટેન્કરની ઇંધણ ટાંકી (Fuel Tank) 200 લિટરથી ત્રણ ગણી અથવા પાંચ ગણી ક્ષમતા ધરાવે છે. સરકારના નિયમ અનુસાર જો પેટ્રોલ પંપ પર વિતરણ થશે તો ટ્રક ડ્રાઈવરને લાંબા અંતરે જવું હોય તો એકથી વધુ વખત ડીઝલ પૂરાવવા ઉભા રહેવું પડશે. એક જ પેટ્રોલ પંપ પર એક ગ્રાહકને 200 લિટરથી વધુ ડીઝલ વેચવામાં આવશે તો પંપ માલિક સામે શું કાર્યવાહી થશે તેની સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી.

- Advertisement -

સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, આ કાયમી નિયમ નથી પરંતુ એક અસ્થાયી વ્યવસ્થા છે. જે વધુમાં વધુ 90 દિવસ એટલે કે ત્રણ મહિના સુધી અમલમાં રહેશે. આગામી સમયમાં પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ આદેશમાં ફેરફાર કરાશે. નવા નિયમો અનુસાર વ્યાવસાયિક (Commercial) કે ઔદ્યોગિક (Industrial) જરૂરિયાતો માટે મોટી માત્રામાં ઇંધણની જરૂર હોય છે તેવા ગ્રાહકો સામાન્ય રિટેલ પેટ્રોલ પંપ પરથી ખરીદી નહીં કરી શકે. આવા ગ્રાહકોએ પોતાની અધિકૃત સુવિધાઓ, નિર્ધારિત ડેપો અથવા સત્તાવાર પંપો પરથી જ ઇંધણ ખરીદવું પડશે

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular