Thursday, June 4, 2026
HomeInternationalબ્રિટનમાં વિદ્યાર્થીની હત્યા કરનારા શીખ યુવકને 21 વર્ષની જેલ, પોલીસની બેદરકારીએ જીવ...

બ્રિટનમાં વિદ્યાર્થીની હત્યા કરનારા શીખ યુવકને 21 વર્ષની જેલ, પોલીસની બેદરકારીએ જીવ લીધો હતો

- Advertisement -

Sikh man sentenced to 21 years in prison for killing student in Britain : છ મહિના અગાઉ બ્રિટનના સાઉથૅંપ્ટનમાં 18 વર્ષીય વિદ્યાર્થીની કિરપાણથી કરાયેલી હત્યાના કેસમાં અદાલતે શીખ યુવકને 21 વર્ષની જેલની સજા ફટકારી છે. શીખ યુવકની માતા કિરણ કૌરે, પિતા મોગાસિંઘ અને ભાઈ ગુરપ્રીતને પણ આ હત્યા કેસમાં દોષિત ગણવામાં આવ્યા છે. જેમને આગામી સમયમાં સજા સંભળાવવામાં આવશે. હત્યા કેસમાં સજા ફટકારાતા બ્રિટનમાં શીખો દ્વારા હંમેશા સાથે રખાતા કિરપાણ પર પણ પ્રતિબંધ મૂકવાની માગ ઉગ્ર બની છે.

બ્રિટનના સાઉથૅંપ્ટનમાં હેનરી નોવાક બ્રિટિશ-પોલિશ મૂળના 18 વર્ષીય વિદ્યાર્થી હેનરી નોવાકના હત્યા કેસ (Henry Novak murder case in Britain) માં અદાલતે શીખ યુવકને સજા ફરમાવી છે. ત્રણ ડિસેમ્બરની મોડી રાતે હેનરી સાઉથૅંપ્ટનના પોર્ટ્સવુડમાં આવેલા બેલમોન્ટ રોડ પર જતો હતો. ત્યારે રસ્તામાં 23 વર્ષીય ભારતીય મૂળનો શીખ યુવાન વિક્રમ દિગ્વા સાથે થયો હતો. વિક્રમ દિગ્વાએ હેનરી નોવાક પર ખંજર વડે હુમલો કરી પાંચ જેટલાં ઘા માર્યા હતા. આ ઘટના બાદ વિક્રમના ભાઈએ પોલીસને બોલાવી હતી. પોલીસ પહોંચી ત્યારે વિક્રમના પિતાએ ઘાયલ હેનરીને દિવાલના ટેકે પકડી રાખ્યો હતો. હેનરીએ વંશીય ટિપ્પણી કરી હુમલો કર્યો હોવાની વિક્રમની રજૂઆત કરતા હેમ્પશાયર પોલીસે ટીમ ઘાટલ હેનરીને હાથકડી પહેરાવી દીધી હતી. ઘાયલ હેનરી પીડાથી તરફડતા તરફડતા જ મોતને ભેટ્યો હતો. પોલીસે યોગ્ય તપાસ કર્યા વિના જ હેનરી નોવાકને હુમલાખોર માની લીધો હતો. જો કે, આ કેસમાં હેનરીના મોબાઈલ ફોનમાંથી મળેલા ફૂટેજે પોલ ખોલી નાંખી હતી. અત્રે નોંધનીય છે કે, વિક્રમે હત્યા કરવા વાપરેલું કિરપાણ તેની માતા કિરણે છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.

- Advertisement -

આ કેસના કારણે બ્રિટિશ પોલીસની વિવાદાસ્પદ પોલિસી Anti-Racism Commitments પર સવાલ ઊભા થયા છે. આ એવી પોલિસી છે, જેમાં વંશીય લઘુમતીઓ સાથે અલગ વર્તન કરવાની વાત વણાયેલી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular