Wednesday, June 24, 2026
HomeNational34 વર્ષ જૂના હત્યાના પ્રયાસના કેસમાં 85 વર્ષના વૃદ્ધ દોષિત, કોર્ટે 3...

34 વર્ષ જૂના હત્યાના પ્રયાસના કેસમાં 85 વર્ષના વૃદ્ધ દોષિત, કોર્ટે 3 વર્ષની સજા ફટકારી અને આપી વચગાળાની જામીન

- Advertisement -

bihar vaishali old man case: બિહારના વૈશાલી જિલ્લા કોર્ટ દ્વારા વર્ષ 1992ના હત્યાના પ્રયાસના એક કેસમાં 85 વર્ષના વૃદ્ધને દોષિત ઠેરવી સજા સંભળાવવામાં આવી છે. એડિશનલ જિલ્લા અને સેશન જજ મનોજ કુમાર તિવારીએ 85 વર્ષના દીપ રાયને ભારતીય દંડ સંહિતાની કલમ 147 (હુલ્લડ), 148 (ઘાતક હથિયાર સાથે હુલ્લડ) અને 307 (હત્યાનો પ્રયાસ) તેમજ શસ્ત્ર અધિનિયમની કલમ 27 હેઠળ દોષિત જાહેર કર્યા છે. કોર્ટે તેમને 3 વર્ષની જેલની સજા ફટકારી છે.

જો કે, દીપ રાય અગાઉથી જ કેસ દરમિયાન જામીન પર મુક્ત હતા. તેમની ઉંમર અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્ટે ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ 389 હેઠળ રાહત આપતા તેમને સજા વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરવાની તક આપવા માટે વચગાળાની જામીન મંજૂર કરી છે.

- Advertisement -

કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે આરોપી દીપ રાયને મહત્તમ ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે અને તેઓ અગાઉથી જ જામીન પર હતા. તેથી તેઓ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવા ઈચ્છતા હોવાના આધારે રજૂ કરાયેલા જામીન બોન્ડ પર તેમને અસ્થાયી રીતે મુક્ત કરવામાં આવે છે.

જ્યાં એક તરફ દીપ રાયને તેમની વધુ ઉંમરના કારણે રાહત મળી છે, ત્યાં બીજી તરફ કેસમાં દોષિત જાહેર કરાયેલા તેમના પરિવારના અન્ય ચાર સભ્યો નકેશ્વર રાય (59), જગદીશ રાય ઉર્ફે જીશા રાય (50), નરેશ રાય (60) અને નાગદેવ રાય (62)ને કોર્ટે 10 વર્ષની કઠોર કેદની સજા ફટકારી છે.

આ સમગ્ર મામલો વર્ષ 1992નો છે. કેસની વિગતો અનુસાર ફરિયાદી અદાલત રાય અને તેમની કાકી રામ સખી દેવી સહિત કેટલાક લોકો પોતાના ઘરની બહાર બેઠા હતા. તે દરમિયાન જાહેર રસ્તા પરથી કાચના ટુકડા હટાવવાના મુદ્દે આરોપીઓ અને ફરિયાદી પક્ષ વચ્ચે વિવાદ સર્જાયો હતો. આરોપીઓ વિવિધ હથિયારોથી સજ્જ હતા અને વિવાદ ઉગ્ર બનતા તેમણે ગોળીબાર કર્યો હતો.

- Advertisement -

આ ગોળીબારમાં ફરિયાદી, તેમની કાકી તેમજ અન્ય બે ગ્રામજનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તે સમયે દીપ રાયની ઉંમર 51 વર્ષ હતી. તેમના પર ખાસ કરીને ગોળીબાર માટે ઉશ્કેરણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેમાં ફરિયાદીની મૌસી ઈજાગ્રસ્ત થઈ હતી. બાદમાં કોર્ટ દ્વારા તેમને આ મામલે દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.

કોર્ટે તમામ આરોપીઓને દોષિત ઠેરવતાં પીડિતો અને સાક્ષીઓના નિવેદનો પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હત્યાના પ્રયાસના આરોપ અંગે બચાવ પક્ષે દલીલ કરી હતી કે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો જાનલેવા નહોતા, પરંતુ કોર્ટે આ દલીલ ફગાવી દીધી હતી.

કોર્ટે નોંધ્યું હતું કે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો સ્પષ્ટપણે જાનલેવા આગ્નેયાસ્ત્રો હતા અને સામાન્ય લાકડીઓ કે ડંડા નહોતા. તેથી આરોપીઓની મનશા અને જાણકારી અંગે કોઈ શંકા રહી શકતી નથી કે તેઓએ હત્યાના ઈરાદાથી હુમલો કર્યો હતો.

- Advertisement -

ભારતીય દંડ સંહિતાની કલમ 149 હેઠળ ગેરકાયદે ટોળકીના આરોપ અંગે પણ કોર્ટે તમામ આરોપીઓને દોષિત ગણાવ્યા હતા. કોર્ટે જણાવ્યું હતું કે કોઈ પણ આરોપી એવો બચાવ લઈ શકતો નથી કે તેનો ઘાયલ વ્યક્તિને ગોળી મારવાનો ઈરાદો નહોતો, કારણ કે તમામ આરોપીઓ ઘટનામાં સક્રિય રીતે સામેલ હતા.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular