નવજીવન ન્યૂઝ, અમદાવાદ : તોબા પોકારી જવાય તેવી ગરમીથી ગણતરીના દિવસોમાં રાહત મળે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત (Meteorological Department predicts drop in temperature Gujarat) કરી છે. જો કે, અમદાવાદ સહિતના શહેરોમાં ત્રણ દિવસ સુધી ગરમીનો પારો 43 ડિગ્રી આસપાસ રહેશે અને મહિનાના અંતમાં ત્રણેક ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
આગામી 30 તારીખથી રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થવાની શક્યતા છે. 30 મે થી 1 જૂન દરમિયાન રાજ્યના કેટલાંક વિસ્તારમાં છૂટોછવાયો પણ ગાજવીજ સાથે વરસાદ (Rain forecast in Gujarat) પડી શકે છે. રાજ્યના દરિયાઈ વિસ્તારમાં હજુ બે દિવસ બફારાના કારણે અકળામણનો અનુભવ થશે.








