Sunday, May 24, 2026
HomeGujaratGandhinagarકોકલીયર ઈમ્પ્લાન્ટ પ્રોગ્રામના લાભાર્થી બાળકોના સ્પીચ પ્રોસેસર એક વખત રિપ્લેસ કરી આપવા...

કોકલીયર ઈમ્પ્લાન્ટ પ્રોગ્રામના લાભાર્થી બાળકોના સ્પીચ પ્રોસેસર એક વખત રિપ્લેસ કરી આપવા સરકારે લીધો નિર્ણય

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : રાજ્ય સરકારના કોકલીયર ઈમ્પ્લાન્ટ એક્સ્ટર્નલ સ્પીચ પ્રોસેસર રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ (Cochlear Implant External Speech Processor Replacement Program)નો લાભ મેળવનારાં ૨૦ બાળકો સાથે અમદાવાદના સાયન્સ સિટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવાદ સાધ્યો હતો. દિવ્યાંગ બાળકોને વાણી મળ્યા બાદ મુખ્યમંત્રી સાથે વાત કરવાની તક મળતાં બાળકો રાજી થઈ ગયાં હતાં. સંવાદ દરમિયાન બાળકોના વાલીઓએ મોંઘા ઇમ્પ્લાન્ટ તદ્દન વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવા બદલ રાજ્ય સરકાર તથા આ યોજનાના સુઆયોજિત અમલીકરણ બદલ RBSK (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) ટીમ અને સરકારના આરોગ્ય વિભાગ તથા સોલા સિવિલ સહિતની હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો.

શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ સરકાર વિનામૂલ્યે કોકલીઅર ઈમ્પ્લાન્ટ મૂકી આપે છે, પરંતુ બહારનો ભાગ બગડી જાય તો ત્યારે તેને બદલવાનો અડધો ખર્ચ જ સહાયરૂપે મળે છે. આ રજૂઆત થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ જાહેરાત (CM Bhupendra Patel’s announcement) કરી છે કે, જો આ ઈમ્પ્લાન્ટનો બહારનો હિસ્સો બગડી જશે તો તેના માટેનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે. વર્ષ ૨૦૨૪માં જે બાળકોના એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર ખરાબ થઈ ગયા હોય, તૂટી ગયા હોય કે ખોવાઈ ગયા હોય, તેવા બાળકોને રાજ્ય સરકાર દ્વારા એક વાર તદ્દન વિનામૂલ્યે સ્પીચ પ્રોસેસર રિપ્લેસ કરી આપવાનો સંવેદનશીલ નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી ૪૦૧ બાળકોને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર રિપ્લેસ કરી આપવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, બજારમાં એક્સટર્નલ સ્પીચ પ્રોસેસરની અંદાજિત કિંમત અંદાજે 3.50 લાખ જેટલી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular