Saturday, May 23, 2026
HomeGujaratGandhinagarGandhinagar : કલોલના સાંતેજમાં વેક્સ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા એકનું મોત, ત્રણ...

Gandhinagar : કલોલના સાંતેજમાં વેક્સ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા એકનું મોત, ત્રણ ઘાયલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : ગાંધીનગરના કલોલ તાલુકાના સાંતેજમાં આવેલી ફેઈથ નામની વેક્સ ફેક્ટરીમાં શુક્રવારે ભીષણ આગ લાગતા ફાયરબ્રગેડની અનેક ટીમ આગ કાબૂ લેવા દોડી ગઈ હતી. વેક્સ ફેક્ટરીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપધારણ કરતા ફાયરબ્રિગેડે ‘મેજર કોલ‘ જાહેર કર્યો હતો. આ ઘટનામાં એક શ્રમિક શનિ રવિદાસનું મોત નિપજ્યું (One dead in massive fire at wax company Gandhinagar) હતું. જ્યારે ત્રણ લોકો ઘાયલ થતાં સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે.

સાંતેજ સ્થિત વેક્સ બનાવતી કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કંપનીમાં મોટા જથ્થામાં વેક્સ (મીણ)નો સ્ટોક હોવાથી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ગંભીરતાને જોતા કલોલ, ગાંધીનગર, અમદાવાદ અને કડી સહિતના આસપાસના વિસ્તારોમાંથી ફાયર ફાઈટરોની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. સાંતેજના પીઆઈ એસ.આર. મૂછાળે (PI S R Muchhal) જણાવ્યું હતું કે, આગમાં બે લોકો સામાન્ય દાઝ્યા છે. જ્યારે એક વ્યક્તિને દોડધામમાં ઈજા પહોંચી છે. આ આગ કેવી રીતે લાગી એ હજી જાણી શકાયું નથી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular