Tuesday, May 19, 2026
HomeGujaratRajkotRajkot : દેશી દારૂમાં ઝેરી પદાર્થ પીવડાવી બે લોકોની હત્યા કરનારે પોલીસ...

Rajkot : દેશી દારૂમાં ઝેરી પદાર્થ પીવડાવી બે લોકોની હત્યા કરનારે પોલીસ સ્ટેશનમાં કર્યો આપઘાતનો પ્રયાસ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, રાજકોટ : દેશી દારૂમાં ઝેરી પદાર્થ પીવડાવી બેવડી હત્યા કરવાના મામલા (Two killed after being given poison in country liquor) માં મુખ્ય આરોપીએ ધરપકડથી બચવા વંદા અને મચ્છર મારવાનો સ્પ્રે મોઢામાં મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે. રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશન (B Division Police Station Rajkot) માં હત્યાના આરોપીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા દોડધામ મચી ગઈ હતી. બેવડી હત્યા કેસના આરોપી જીણા ભગત ઉર્ફે જીણા ગોહિલને સારવાર અર્થે રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

રાજકોટની ભગીરથ સોસાયટીમાં બે લોકો બેભાન અવસ્થામાં મળી આવ્યા બાદ સારવાર માટે ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘટનાસ્થળ પરથી દેશી દારૂની એક કોથળી મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં દારુ પીધા બાદ બંનેના મોત નિપજ્યા હોવાનું સામે આવતા પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા બંને મૃતદેહોનું ફોરેન્સિક પીએમ કરાવ્યું છે. બીજી તરફ મૃતકના પરિવારજનોએ જીણા ભગત ઉર્ફે જીણા ગોહિલ સામે દારૂમાં ઝેર ભેળવી હત્યા કરી હોવાનો આક્ષેપ કરતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.દરમિયાનમાં જીણા ભગતે આપઘાતનો પ્રયાસ કરતા તેમના વિરુદ્ધ BNSની કલમ 226 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular