Monday, May 11, 2026
HomeGujaratSurat : પરિણીતા સાથે દુષ્કર્મ કરનારા આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયાની...

Surat : પરિણીતા સાથે દુષ્કર્મ કરનારા આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયાની મહિના બાદ ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, સુરત : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટાણે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે એક બાદ એક પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. છેતરપિંડીના કેસમાં સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી પ્રકાશ દોંગા (Prakash Donga AAP) ની ગત એપ્રિલ મહિનામાં પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ સુરત AAP ના પ્રવક્તા સામે રેપની ફરિયાદ (Rape complaint against Aam Aadmi Party leader) નોંધાઈ હતી. સુરતના લસકાણા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયા (Kalu Vaghasiya AAP) સામે ગત એપ્રિલ મહિનામાં દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો. આ મામલે કાળુ વઘાસિયાની લસકાણા પોલીસે (Laskana Police) ધરપકડ કરી આરોપીની પૂછપરછ આરંભી છે.

ડિસેમ્બર-2024માં સુરત શહેર (Surat City) ના લસકાણા વિસ્તારમાં રહેતી પીડિત મહિલાનો કાળુ ચતુરભાઈ વગાસિયા સાથે સોશિયલ મીડિયાથી સંપર્ક થયો હતો. બંને વચ્ચે વાતચીતનો દોર આગળ વધતા કાળુ વઘાસિયાએ મહિલા સમક્ષ અંગત જીવનની વાતો કાઢી ઇમોશનલ કરી હતી. કાળુએ “મારી પત્ની સાથે બનતું નથી અને પત્ની લાંબા સમયથી પિયરમાં રહે છે. હું ટૂંક સમયમાં પત્નીને છૂટાછેડા આપી દઈશ અને તારી સાથે લગ્ન કરી તને પત્ની તરીકે સ્વીકારીશ” તેવી લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. પરિણીતાને કાળુ તેના ઘરે તેમજ જુદીજુદી હૉટલોમાં લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો. કાળુ વઘાસિયા પાસે લગ્ન માટે મહિલાએ દબાણ કરતા તે ગુસ્સે થઈ ગયો હતો અને મહિલાને ધમકી આપી હતી. કાળુએ ધમકી આપતા કહ્યું હતું કે, જો તું પોલીસમાં ફરિયાદ કરીશ તો હું તુષાર ઘેલાણીની જેમ મરી જઈશ અને તને તથા તારા દીકરાને જીવવું અઘરું કરી દઈશ.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular