Tuesday, May 5, 2026
HomeGujaratAhmedabadGujarat weather : ભારે પવન સાથે અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં વરસાદ, રાજકોટ...

Gujarat weather : ભારે પવન સાથે અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં વરસાદ, રાજકોટ સહિત અન્ય શહેરોમાં ગરમી

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : છેલ્લાં કેટલાંક દિવસોથી રાજ્યભરમાં ગરમીના પ્રકોપ વચ્ચે આજે મંગળવારે વહેલી સવારે હવામાનમાં અચાનક પલટો (Sudden change in Gujarat’s weather) આવ્યો છે. આગાહી મુજબ રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠું (Unseasonal rains in Gujarat) થયું છે. ભરઉનાળે આવેલા વરસાદે જગતના તાતને ફરી એક વખત ચિંતામાં મૂકી દીધો છે.

રાજકોટ સહિતના શહેરોમાં ગરમી યથાવત છે, જ્યાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી જાય તેવું અનુમાન છે. હવામાનમાં આવેલા પલટાના કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયા વાતાવરણને કારણે આંશિક રાહત મળી છે. આમ, રાજ્યમાં ક્યાંક વરસાદી માહોલ તો ક્યાંક ભારે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જો કે, અમદાવાદ શહેરમાં 6 દિવસ માટે યલો એલર્ટ (Yellow alert in Ahmedabad city) આપવામાં આવ્યું છે.

- Advertisement -

ત્રણેય જિલ્લામાં માવઠું થતાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દાહોદ અને મહીસાગરમાં વરસાદની સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય થતા પવનની દિશા બદલાઈ અને વાતાવરણમાં પલટો આવ્યો છે. આગામી 10 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular