નવજીવન. સુરતઃ આપણે ત્યાં અમીરી ગરીબીના તોલે બધું જ તોલાતું હોય તેવા ઘણા કિસ્સા સામે આવે છે. બે દિવસ સુધી જાણિતા બિલ્ડર લવજી બાદશાહને ત્યાં દીકરીના લગ્ન પ્રસંગમાં ભારે ભીડ અને જાહોજલાલી સાથે લગ્ન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા ત્યાં કાર્યવાહી થઈ નથી અને બીજી તરફ વલસાડ પોલીસે એક લગ્ન જોડાને રાત્રે કરફ્યૂ ભંગમાં ઝડપી પાડી તેના સહીત 7 સામે પોલીસ કાર્યવાહી કરી છે. સંબંધીઓનું કહેવું છે કે તેમને આખી રાત ત્યાં પોલીસ સ્ટેશનમાં રહેવું પડ્યું હતું જોકે બીજી તરફ પોલીસ અધિકારીનું કહેવું છે કે અડધા કલાકની કાર્યવાહી પછી તેમને છોડી મુકાયા હતા.

વલસાડમાં બનેલી ઘટનામાં વરપક્ષનું કહેવું છે કે લગ્નના બે જ દિવસ પહેલા કોરોના ગાઈડલાઈન્સની જાહેરાત કરાઈ હતી જેને કારણે અમારે પત્રિકાઓ વહેંચાઈ ગઈ હતી તો સમયગાળામાં ફેરફાર કરવા શક્ય ન હતા. બે દિવસના ટુંકાગાળામાં આ થઈ શકે તેમ ન્હોતું. તેઓ જાન લઈને પરત જતા હતા. જોકે આ મામલે એસપી રાજદીપસિંહ ઝાલાનું કહેવું છે કે, વલસાડ પોલીસ રાત્રે 1 વાગ્યે ત્રણ વાહનો ડીટેઈન કર્યા હતા, રાત્રે તેઓ ફરવા અને જમવા નિકળ્યા હતા. 1 વાગ્યે તેમના પર 188 મુજબ કાર્યવાહી કરાઈ, અને પછી અડધો કલાક પછી છોડી મુક્યા હતા. જાહેરનામા ભંગ મુજબનો કેસ મુકાયો છે. જોકે લગ્નના કામે જતા તમામને કોઈ હેરાનગતિ આમ કરવામાં આવતી નથી. પરંતુ તેમને કોઈ પુરાવો આપવો પડે છે. 9 લોકો સામે આ કેસમાં કાર્યવાહી કરાઈ છે. ડીજીપી સાહેબન દ્વારા માનવતાવાદી અભીગમ સાથે કાર્યવાહી કરવાની સૂચના છે. જોકે અહીં વિગતોમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો કે એક તરફ પરિવાર કહે છે કે ઘણો સમય તેમને પોલીસ મથકમાં વિતાવવો પડ્યો હતો ત્યા્ં પોલીસ કહે છે કે અડધા કલાકની કાર્યવાહી કરાઈ હતી.
આ તરફ આવો જ પોલીસના વર્તનનો બીજો વિરોધાભાસ ધરાવતો કિસ્સો સામે આવ્યો છે જ્યાં પોલીસ દ્વારા ચું કે ચાં નથી કરાઈ. સુરતના જાણીતા બિલ્ડર લવજી બાદશાહના ત્યાં લગ્ન પ્રસંગ બે દિવસ ચાલ્યો જેમાં લોકોની મોટી સંખ્યામાં ભીડ હોવાના દૃશ્યો સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે છતાં અહીં કાર્યવાહીના નામે મીંડુ જોવા મળી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકોની હાજરી સાથે આ લગ્ન શાંતિપૂર્વક થઈ શક્યા જ્યારે વલસાડની ઘટનામાં આવું બન્યું નહીં. સત્તા અને પૈસાના જોરે શું થઈ શકે છે તે અહીં આપ જાણી શકો છો. સુરતમાં જાણે પોલીસે માનવતાવાદી અભિગમ રાખ્યો અને લવજી બાદશાહના ઘરે લગ્ન સમારંભમાં મોટી મોટી હસ્તીઓ ઉમટી પડી હતી અને કાર્યવાહી શૂન્ય હતી.

લવજી બાદશાહની પુત્રી ગોરલના મયુર નામના યુવક સાથે શનિવારે લગ્ન થયા હતા અને રવિવારે રિસેપ્શનનો કાર્યક્રમ રખાયો હતો. મળતી વિગતો અનુસાર આ પ્રસંગમાં અંદાજીત ચાર હજાર જેટલા મહેમાનો આવ્યા હતા. મંત્રી દર્શના જરદોશ, જીતુ વાઘાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ધારાસભ્યો, ગાયક ઓસ્માન મીર સહિત ઘણી મોટી હસ્તીઓ આ પ્રસંગમાં હતી અને સોશિયલ ડિસ્ટન્સ તો છોડો માસ્ક પણ અહીં ભાગ્યે જ કોઈના મોંઢે જોવા મળ્યું હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












