Thursday, April 30, 2026
HomeGeneralઆ ટ્રેનની 1 ટીકીટમાં આવી જાય 2 થાર: 7 સ્ટાર હોટલ પણ...

આ ટ્રેનની 1 ટીકીટમાં આવી જાય 2 થાર: 7 સ્ટાર હોટલ પણ ભરે પાણી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ડેસ્કઃ ભારતીય રેલવેનું નામ સાંભળતા સામાન્ય રીતે ભીડ અને ધક્કામુક્કીની તસ્વીર મનમાં આવે છે, પરંતુ દેશમાં એવી પણ શાહી ટ્રેનો દોડે છે જે કોઈ રાજમહેલથી ઓછી નથી. મહારાજા એક્સપ્રેસ અને પેલેસ ઓન વ્હીલ્સ જેવી ટ્રેનો માત્ર મુસાફરી માટે નહીં, પરંતુ એક અનોખો રાજાશાહી અનુભવ આપવા માટે જાણીતી છે.

આ ટ્રેનોમાં પ્રવેશતા જ મુસાફરોનું સ્વાગત રેડ કાર્પેટ અને ફૂલોની વરસાદ સાથે કરવામાં આવે છે. ટ્રેનની અંદરનું ઇન્ટીરિયર એટલું વૈભવી છે કે મોટા ફાઈવ સ્ટાર હોટલ પણ તેની સામે ફિક્કા લાગી શકે. સુઈટ્સમાં વિનિયર વૂડ અને ગોલ્ડન મિરરનો ભવ્ય ઉપયોગ કરવામાં આવ્યો છે, જે મુસાફરોને મુગલકાળના શહેનશાહના મહેલમાં હોવાનો અનુભવ કરાવે છે.

- Advertisement -

આ ટ્રેનોમાં હવે ડેસ્ટિનેશન વેડિંગ જેવી સુવિધા પણ ઉપલબ્ધ છે, જેમાં મુસાફરી સાથે લગ્નવિધિ પણ યોજી શકાય છે. એટલે કે મુસાફરો રાજસ્થાનની સફર સાથે લગ્નના સાત ફેરા પણ લઈ શકે છે.

આ વખતે ટ્રેનને સજાવવા માટે અંદાજે 5 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. મેક્સિકન ફેબ્રિકથી લઈને લક્ઝરી સ્પા અને ગીઝર જેવી સુવિધાઓ સુધી, દરેક બાબતમાં વૈભવ દેખાય છે. 45 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આ ટ્રેન મે મહિનાની ગરમીમાં પણ દોડાવવામાં આવી રહી છે. મુસાફરોને ગરમીમાંથી રાહત આપવા માટે ઉદયપુરની ઠંડાઈ, જયપુરની કુલ્ફી અને જૈસલમેરમાં ગ્લુકોન-ડી જેવા ઠંડા પીણાં આપવામાં આવે છે.

જો ભાડાની વાત કરીએ તો આ શાહી મુસાફરી સસ્તી નથી. એક કેબિનનું ભાડું 10 લાખ રૂપિયાથી શરૂ થઈને 23 લાખ રૂપિયા સુધી જાય છે. એટલી કિંમતમાં તો નાના શહેરમાં એક સારો બંગલો ખરીદી શકાય.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular