Saturday, May 2, 2026
HomeGeneralઅમદાવાદ: પહેલા વાહન પર હાથ નાખતો બાદમાં ગળામાં, ક્રાઇમ બ્રાન્ચએ 18 ગુનાનો...

અમદાવાદ: પહેલા વાહન પર હાથ નાખતો બાદમાં ગળામાં, ક્રાઇમ બ્રાન્ચએ 18 ગુનાનો ભેદ ઉકેલ્યો

- Advertisement -

જયંત દાફડા (નવજીવન.અમદાવાદ): ગુજરાતમાં વધી રહેલા ચેનસ્નેચિંગના કિસ્સાઓ વચ્ચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે આંતરરાજ્ય ચેઇન સ્નેચર ઝડપાયો છે. આરોપી ગુજરાત, હૈદરબાદ અને બેંગલોરમાં ચેઇન સ્નેચિંગના ગુનાઓને અંજામ આપતો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એન્ટી સ્કવોડ 1ના પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર.બ્રહ્મભટ્ટ અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એચ.રાઠોડને બાતમી મળી હતી કે અગાઉ અમદાવાદમાં અનેક ચેઇન સ્નેચિંગના ગુનામાં પકડાયેલો આરોપી ઉમેશ ખટીક જેને હાલમાં ઘણી જગ્યાએ ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરી કર્યા છે. તે ભીમજીપૂરા સર્કલ પાસે ઊભો છે.

- Advertisement -




બાતમીના આધારે તપાસ કરતાં જગ્યા પરથી ઉમેશ ખટીક મળી આવ્યો હતો જેની પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે ગત ઓગસ્ટ મહિનામાં જેલમાંથી છૂટ્યા બાત પ્રથમ વખત નારોલ વિસ્તારમાં એક્ટિવાની ચોરી કરી હતી ત્યાર બાદ અમદાવાદના આનંદનગર, સરખેજ, શાહીબાગ વિસ્તારમાંથી લોકોના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતો હતો.

જો કે સમગ્ર બાબતે પોલીસને જાણ થતા ગત ડિસેમ્બરમાં બેંગલોર જતો રહ્યો હતો. બાદમાં એક એક્ટિવાની ચોરી કરી બેંગલોરમાં 3 અલગ-અલગ જગ્યાએ ચેઇન સ્નેચિંગ કરી હતી. ત્યાર બાદ હૈદરાબાદ જઈને એક્ટિવાની ચોરી કરીને 7 જગ્યાએ ચેઇન સ્નેચિંગને અંજામ આપ્યો હતો. આરોપીએ અમદાવાદમાં 6 હૈદરાબાદમાં 8 અને બેંગલોરમાં 4 ગુનાની કબૂલાત કરી છે. આરોપી પહેલા મોટર સાઇકલની ચોરી કરતો હતો અને ત્યારબાદ જુદી જુદી જગ્યાએ લોકોના ગાળામાંથી દાગીના ખેંચી શહેર છોડી દેતો હતો.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular