Tuesday, June 30, 2026
HomeGeneralવિરાટ અને અનુષ્કાએ પુત્રી વામિકાને સ્ટાઇલ અને પ્લાનિંગથી દુનિયા સાથે પરિચય કરાવ્યો-...

વિરાટ અને અનુષ્કાએ પુત્રી વામિકાને સ્ટાઇલ અને પ્લાનિંગથી દુનિયા સાથે પરિચય કરાવ્યો- VIDEO

- Advertisement -

નવજીવન.નવી દિલ્હીઃ થોડા સમય પહેલા જ ટીમ ઈન્ડિયા જ્યારે સાઉથ આફ્રિકા પ્રવાસ માટે મુંબઈથી રવાના થઈ રહી હતી ત્યારે વિરાટ કોહલીએ ફોટોગ્રાફર્સને પોતોની દીકરી વામિકાના ફોટા ન લેવાની વિનંતી કરી હતી. આવું જ કંઈક પૂર્વ ટેસ્ટ કેપ્ટને સાઉથ આફ્રિકા પહોંચ્યા બાદ કર્યું હતું, પરંતુ હવે થોડા દિવસો બાદ અનુષ્કાએ પોતાની દીકરીનો પરિચય ખૂબ જ ખાસ અંદાજમાં આખી દુનિયા સાથે કરાવ્યો હતો. અને વામિકાની તસવીરો કેમેરામાં કેદ થતા જ આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ હતી અને ફેન્સે આ તસવીરો જોઈને ક્યૂટ દીકરીના વખાણ કર્યા હતા.



જે રીતે અનુષ્કાએ વામિકાને આખી દુનિયા સાથે પરિચય કરાવ્યો, તેનાથી સ્પષ્ટ છે કે બંનેએ પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે તેમની દીકરીની તસવીરો ક્યારે બહાર લાવવી. અડધી સદી ફટકાર્યા બાદ વિરાટની પ્રતિક્રિયા પરથી પણ તે સ્પષ્ટ થાય છે. સ્પષ્ટ છે કે વિરાટ અને અનુષ્કા બંને એક રીતે સંયુક્ત રણનીતિ હેઠળ દીકરી વામિકાના ચહેરાને પહેલીવાર દુનિયાની સામે લાવ્યા હતા.

વિરાટે જેવી પોતાની અડધી સદી પૂરી કરી કે તરત જ તેણે પેવેલિયનમાં બેઠેલી અનુષ્કા તરફ પારણામાં ઝૂલો હલાવતો હોય તેવો ઇશારો કર્યો. જાણે કે એવુ કીધુ હોય, હવે સમય આવી ગયો છે કે જ્યારે દીકરીને દુનિયા સાથે પરિચય કરાવવો જોઈએ. જાણે કે વિરાટ અને અનુષ્કાએ નક્કી કરી લીધું હતું કે જ્યારે વિરાટ કોઈ ખાસ ઈનિંગ રમશે તો એ જ દિવસે દીકરીની તસવીરો સામે આવશે. અને પછી વિરાટનું “વિશેષ અભિવાદન” સ્વીકારવું એ પાપા તરફ જોવાનું નિર્દેશ કરે છે. અને જેવો જ અનુષ્કાએ ઈશારો કર્યો કે તરત જ કેમેરાના તમામ એંગલ એ તરફ ગયા અને પિંક ડ્રેસમાં ક્યૂટ લાગતી અનુષ્કા અને વામિકાને કેમેરામાં કેદ કરી લીધા.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular