Monday, April 20, 2026
HomeGeneralપુત્રએ થારથી 5 લોકોને કચડ્યાઃ પિતા ભાજપ MLA એ પોલીને ખખડાવી 'ઔકાતમાં...

પુત્રએ થારથી 5 લોકોને કચડ્યાઃ પિતા ભાજપ MLA એ પોલીને ખખડાવી ‘ઔકાતમાં રહો’

- Advertisement -

નવજીવન ન્યૂઝ નેટવર્ક.શિવપુરીઃ મધ્ય પ્રદેશના શિવપુરીમાં 16 એપ્રિલે બનેલો માર્ગ અકસ્માત હવે રાજકીય વિવાદમાં ફેરવાયો છે. ભાજપના ધારાસભ્ય પ્રીતમ લોધીના પુત્ર પર થાર કારથી પાંચ લોકોને કચડવાનો આરોપ છે. આ ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી છે.

અકસ્મત બાદ શરૂઆતમાં ધારાસભ્યએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે “જનતા સર્વોપરી છે” અને પીડિતોને ન્યાય અપાવવો પોલીસની જવાબદારી છે. આ નિવેદનથી જવાબદાર નેતૃત્વની છાપ ઊભી થઈ હતી. જોકે થોડા જ દિવસોમાં પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે.

- Advertisement -

હવે ધારાસભ્ય પ્રીતમ લોધીનો સ્વર આક્રમક બની ગયો છે. તેમણે પોલીસ અધિકારીઓને સીધી ચેતવણી આપતા કહ્યું છે કે જો તેમના પરિવાર સામે ખોટા આરોપ લગાવવામાં આવશે અથવા તપાસમાં દબાણ કે પક્ષપાત કરવામાં આવશે તો તે સહન નહીં કરવામાં આવે.

તેમણે ખાસ કરીને એસડીઓપી આયુષ જાખરને નિશાન બનાવી જણાવ્યું કે અધિકારીઓએ પોતાની મર્યાદામાં રહીને કામ કરવું જોઈએ.

હવે પિતાએ પણ પોલીસને ધમકાવતા કહ્યું છે કે, તમારી ઔકાતમાં રહો, પોતાની લીમીટમાં રહો, જો ખોટા આરોપો લગાવ્યા, દબાણ કર્યું કે પક્ષપાત કર્યો તો અમે ચલાવી નહીં લઈએ અને જડબાતોડ જવાબ આપીશું. હું કહેવા માગું છું એસડીઓપી મહોદયને કે અમારો ઈતિહાસ પણ જોઈ લેજો.

- Advertisement -

આ ઘટનામાં વધુ ચોંકાવનારી બાબત એ પણ છે કે આરોપી પુત્ર વિના નંબર પ્લેટ, કાળી ફિલ્મ અને હૂટર લગાવેલી થાર કાર લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, જે કાયદાની ખુલ્લી અવગણના તરીકે જોવામાં આવી રહી છે.

આ સમગ્ર મામલો હવે માત્ર અકસ્માત પૂરતો રહ્યો નથી, પરંતુ સત્તા અને કાયદા વચ્ચેના ટકરાવ તરીકે સામે આવી રહ્યો છે. વિરોધ પક્ષ પણ આ મુદ્દે સક્રિય બન્યો છે અને નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવી રહ્યો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular