Monday, May 25, 2026
HomeGujaratRajkot : માતા પોતાના પ્રેમીને સગીર દીકરી સાથે કઢંગી હાલતમાં જોયો, ફરિયાદ...

Rajkot : માતા પોતાના પ્રેમીને સગીર દીકરી સાથે કઢંગી હાલતમાં જોયો, ફરિયાદ થતાં આરોપીએ આત્મહત્યા કરી લીધી

- Advertisement -

નવજીવન ન્યૂઝ, રાજકોટ : રાજકોટ શહેરમાં દુષ્કર્મની ફરિયાદ (Rape Complaint in Rajkot City) થતાં આરોપીએ આપઘાત કરી લીધો હોવાની એક ઘટના સામે આવી છે. લગ્ન કર્યા વિના મહિલા અને તેની 11 વર્ષીય દીકરી સાથે રહેતો પ્રેમી યુવક છેલ્લાં કેટલાંક સમયથી સગીરા સાથે દુષ્કર્મ કરતો હોવાનો ભાંડો ફૂટતા આ મામલે પોલીસ માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન (University Police Station Rajkot) 25 વર્ષીય શખસ એક મહિલા સાથે છેલ્લાં કેટલાંક વર્ષોથી લગ્ન કર્યા વિના રહેતો હતો. પ્રેમીની નજર મહિલાની દીકરી પર પડતા તેણે છેલ્લાં કેટલાંક સમયથી તેનું શારીરિક શોષણ શરૂ કર્યું હતું. ગત 9 એપ્રિલની રાતે સગીરા તેની માતા સાથે પલંગ પર સૂતી હતી. આ સમયે અચાનક સગીરાની માતાની ઊંઘ ઉડી જતાં તેમણે જોયું કે તેમની દીકરી મહિલાના પ્રેમી સાથે પલંગની નીચે સૂતેલી હતી અને આરોપી સગીરાની સાથે અડપલાં કરી રહ્યો હતો. આ મામલે મહિલાએ ફરિયાદ નોંધાવતા યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધ્યો હતો. દુષ્કર્મની ફરિયાદ થતાં ધરપકડના ડરથી આરોપીએ ઝેરી દવા પીને આત્મહત્યા (Rape Accused Commits Suicide) કરી લીધી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular