Sunday, May 3, 2026
HomeGeneralમોત પછી પણ નડતો ગુજરાતનો આવો વિકાસ: મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં કોઝવેના અભાવે...

મોત પછી પણ નડતો ગુજરાતનો આવો વિકાસ: મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં કોઝવેના અભાવે મૃતકોની અંતિમક્રિયા માટે રસ્તો શોધવો પડે

- Advertisement -

જય અમીન (નવજીવન.અરવલ્લી): ગતિશીલ ગુજરાતમાં આજે વિકાસમાં નામે રાજકારણ રમાતુ હોય છે ત્યારે વિકાસની માત્ર મોટી મોટી વાતોને લઈ વખાણ પણ થઈ જતા હોય છે, રાજ્યના અનેક ગ્રામ્ય વિસ્તારો વિકાસથી જોજનો દૂર છે. અરવલ્લી જીલ્લાના મેઘરજ અને ભિલોડાના કેટલાક ગ્રામ્ય વિસ્તારો હજુ પણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે જીલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમા રોડ, રસ્તાના અભાવે અંતિમક્રિયા માટે મૃતદેહને વરસાદ થંભેને મારગ થાય તેમ રાહ જોવી પડે છે. ત્યારે સૌની આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વર્ષો જૂની કોઝવેની માંગણી ન સ્વીકારતા ઓઢા ગામે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો નશ્વરદેહની અંતિમક્રિયા માટે નદીના પાણીમાંથી પસાર થવા ગામલોકો મજબૂર થવું પડે છે. માઝુમ નદી પર કોઝવેના અભાવે ચોમાસામાં કોઈ સ્વજનનું મૃત્યુ થાય તો અંતિમવિધિ કઈ રીતે કરવી તેજ વિચારે થરથર ધ્રુજી ઉઠતા હોય છે. (VIDEO અહેવાલના અંતે દર્શાવ્યો છે)




મેઘરજના ઓઢા પાણીબાર કોલુન્દ્રા વચ્ચેથી પસાર થતી માઝુમ નદી પર કોઝવે બનાવવામાં આવે તેવી વર્ષોથી માગ થઇ રહી છે. તેમ છતાં વહીવટી તંત્ર કે નેતાઓના બહેરા કાને વર્ષો જૂની માગ અથડાઈને પાછી પડતા હજુ પણ કોઝવે નિર્માણ અંગે કોઈ કાર્યવાહી થઇ નથી. શુક્રવારે ઓઢા ગામમાં એક વ્યક્તિનું મોત થતા કોઝવેના અભાવે જાણે જીવતે તો માર્ગ ન મળ્યો પણ મૃત્યુ પછી પણ વૈતરું થતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. જોકે હાલ માઝુમ નદીમાં પાણી સુકાયેલું હોવાથી ગમે તે રીતે નીકળી શકાય છે પરંતુ વધુ પાણી હોય ત્યારે અંતિમવિધિ માટે સ્મશાને જવા તકલીફ વેઠવી પડે છે. આવા દ્રશ્યો વારંવાર સર્જાય છે. તેમ છતાંય તંત્ર દ્વારા કોઝવે માટે કોઇ કાર્યવાહી હાથ ન ધરાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular