Thursday, April 30, 2026
HomeBusinessસોયાબીન મકાઈના ભાવ ક્રુડ ઓઇલના ભાવ સાથે કદમ મિલાવવા પ્રયત્નશીલ

સોયાબીન મકાઈના ભાવ ક્રુડ ઓઇલના ભાવ સાથે કદમ મિલાવવા પ્રયત્નશીલ

- Advertisement -

અનાજ બજારનું ફોકસ ભરપુર જાગતિક પુરવઠાની ચિંતાઓને બદલે યુધ્ધ તરફ કેન્દ્રિત થઇ ગયું

ખેડૂતોનું માનવું છે કે ઉર્જા અને ખાતરનું પરિવહન અટકવાને લીધે તેજીના ચૂલામાં વધુ આગ ભડકાવશે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): વાસ્ડે (વર્લ્ડ એગ્રીકલ્ચરલ સપ્લાય એન્ડ ડીમાંડ એસ્ટીમેટ) જેમાંથી અનાજ બજારના આંતરપ્રવાહનો માર્ગ પ્રસસ્ત થતો હોય છે, તેણે મંગળવારે બજારને કોઈ આશ્ચર્યજનક સમાચાર નાં આપતા, બજારે કોઈ પ્રત્યાઘાત પણ નાં આપ્યો, સાથેજ જગતભરના ખેડૂતોને હવે શું કરવું? તેના પણ કોઈ સંકેત નહિ આપીને નવા ફંડા મેન્ટલ્સ મેળવવાની રાહ જોતા કરી મુક્યા. કોમેકસ સોયાબીન મે વાયદો સોમવારે એક તબક્કે ક્રુડ ઓઈલની તેજીના પ્રવાહમાં ઢસડાઈને ૧૨.૩૩ ડોલર પ્રતિ બુશેલ (૨૭.૨૧૮ કીલો અથવા ૬૦ પાઉન્ડ) જાન્યુઆરી ૨૦૨૪ પછીની નવી ઊંચાઈ મુકાયો અને મકાઈ મે વાયદો પાંચ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૪૦ કિલો અથવા ૬૫ પૌંસ) નજીક સરકી ગયો. શુક્રવારે આ વાયદા અનુક્રમે ૧૨.૨૧ ડોલર અને ૪.૬૩ ડોલર આસપાસ હતા.

સોયાબીન ઓઈલ જે બાયોડીઝલનો કાચોમાલ છે, તે ક્રુડ ઓઇલના ભાવ સાથે કદમ મિલાવવા પ્રયત્નશીલ હોય છે. અનાજ બજારનું ફોકસ ભરપુર જાગતિક પુરવઠાની ચિંતાઓને બદલે મધ્યપુર્વના દેશોમાં ચાલતા યુધ્ધ તરફ કેન્દ્રિત થઇ ગયું. પરિણામે શિકાગો અનાજ વાયદા નવી ઊંચાઈ શોધવા લાગ્યા. અલબત્ત, અમેરિકન પ્રમુખ ટ્રમ્પએ એવી આગાહી કરી કે યુદ્ધનો અંત નજીક છે. ખેડૂતો માટે આ જ તો સમય છે, જ્યારે લણાવા તૈયાર પાકનું વેચાણ કરીને ૨૦૨૬ની બજાર વ્યૂહને નિર્ધારિત કરવાનો. એવું પણ બને કે ક્યારેક, બજારના ફંડામેન્ટલ વારંવાર દોરવણી નાં આપે.

- Advertisement -

તમે જુઓ, મૂળભૂત રીતે ક્રુડ ઓઇલના ભાવની ઉછળકૂદ તેમજ યુદ્ધની ચિંતાઓની દોરવણીથી, તાજેતરના સપ્તાહોમાં સોયાબીન, મકાઈ કે ઘઉં જેવા અનાજનાં ભાવ સારા એવા વધી ગયા છે. એનાલિસ્ટો પણ એ વાતે આંગળી ચીંધે છે કે ઉર્જાનાં ભાવ, તેલીબીયા બજારને પણ ઉંચે જવાની ફરજ પાડે છે. ખેડૂતોનું માનવું છે કે ઉર્જા અને ખાતરનું પરિવહન અટકવાને લીધે તેજીના ચૂલામાં વધુ આગ ભડકાવશે. ઈરાન યુધ્ધે બ્રેન્ટ અને ડબ્લ્યુટીઆઈ ક્રુડ ઓઈલ વાયદાને ૮ માર્ચે ૧૧૯.૫૦ ડોલર પ્રતિ બેરલ, એપ્રિલ ૨૦૨૨ પછીની ઉંચાઈએ પહોચાડી દીધા. ત્યાર પછી તરતજ અમેરિકન પ્રમુખે ઈરાન સમાધાનનો લવારો કર્યો અને ભાવ ૮.૫ ટકા તૂટી ગયા, તેની પાછળ સોયાબીન, મકાઈ, ઘઉંના ભાવ પણ પડ્યા. ખેડૂતો આ ભાવ જોઈને હવે ચિંતામાં મુકાયા છે.

આ સપ્તાહે જોવાયેલા ભાવે તેમને નવા અને જુના બન્ને પાકો વેચવા લાચાવ્યા પણ ખરા. જાગતિક ખેડૂતોએ લીધેલા પગલાં જોઇને ભારતીય ખેડૂતોએ પણ પોતાને સવાલ કરવાનો આ સમય છે કે, નવા પાકના સોદા વર્તમાન ભાવે બાંધી લેવા કે નહી? બ્રાઝીલમાં ૬૬ અબજ બુશેલ અથવા ૧૮૦૦ લાખ ટનનાં પાક અનુમાન સાથે, સોયાબીનની પચાસ ટકા લણણી પૂરી થવા આવી છે. જો કે આર્જેન્ટીનાનો પાક પાંચ લાખ ટન ઓછો ૪૮૦ લાખ ટન સંભવિત છે. વિશ્વના સોયાબીન આંકડા જોઈએ તો જુના પાકની પુરાંતમાં ૧.૮ લાખ ટન વૃદ્ધિ સાથે ૨૦૨૫-૨૬નો કુલ પુરાંત સ્ટોક બે લાખ ટન ઘટીને કુલ ૧૨૫૩.૧ લાખ ટન રહેશે. ચીનના કસ્ટમ્સ ડેટા કહે છે કે જાન્યુઆરી- ફેબ્રુઆરી બે મહિનામાં સોયાબીન આયાત ગતવર્ષના સમાન ગાળાથી ૭.૮ ટકા ઘટીને ૧૧૨૫.૫ લાખ ટન થઇ હતી. કાળા સમુદ્રમાં ભૂ-રાજકીય સમસ્યાઓ તેમજ ચીન અમેરિકા વેપાર વાટાઘાટોએ બજારમાં નવા સમીકરણો અને અનિશ્ચિતતા ઉભી કરી છે. તમારે તો જગતભરમાં શું ચાલી રહ્યું છે, તેના તરફ નજર રાખવાની છે, આ બધું કઈ લાંબુ ચાલવાનું નથી. ૩૧ માર્ચે આવનારા અમેરિકન વાવેતર આંકડા બજારના દિશાદોર નક્કી કરવામાં મહત્વની ભૂમિકા નિભાવશે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular