Tuesday, May 5, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં રખડતાં ઢોર પકડવા ગયેલી AMCની ટીમ પર હુમલો, 34 ઢોરને સીએનસીડીની...

અમદાવાદમાં રખડતાં ઢોર પકડવા ગયેલી AMCની ટીમ પર હુમલો, 34 ઢોરને સીએનસીડીની ટીમે પકડ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરના નાના-મોટા શહેરોમાં રખડતાં ઢોરના કારણે બાળકોથી વૃદ્ધો સુધીના અનેકના મોત તેમજ ગંભીર ઇજાનો ભોગ બની ચૂક્યાં છે. ગુજરાત હાઇકૉર્ટના આદેશ બાદ સરકારે રાજ્યભરમાં રખડતાં પશુ ત્રાસને અટકાવવા તેમજ નિયંત્રણમાં રાખવા વર્ષ 2023માં પોલીસી પણ બનાવી છે. આમ છતાં અમદાવાદ જેવાં શહેરમાં આજે પણ અનેક વિસ્તારોમાં રોડ પર રખડતાં ઢોર જોવા મળે છે. અમદાવાદ મ્યુનિ. કૉપૉ.ની સીએનસીડી ટીમે બુધવારે નરોડા વિસ્તારમાં એક ડ્રાઈવ યોજીને 34 જેટલાં રખડતાં ઢોર પકડી પાડ્યાં છે. બીજી તરફ કેટલાંક ગોપાલકોએ સીએનસીડી ટીમના એક સભ્યને રસ્તામાં આંતરી લાકડીઓ વડે હુમલો કરતા તેમને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડાયા છે. આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચાર શખસો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

AMC Cow
AMC Cow

હાઇકૉર્ટે લાલ આંખ કરતા પૉલીસી અમલમાં આવી

- Advertisement -

છેલ્લાં કેટલાંક વર્ષોમાં રખડતાં ઢોરની અડફેટના કારણે અનેક લોકોના મોત નિપજ્યા છે. જ્યારે નોંધપાત્ર સંખ્યામાં લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે. ત્રણેક વર્ષ અગાઉ રાજ્યમાં રખડતાં ઢોરના ત્રાસ તેમજ લોકોના થઈ રહેલાં મોતને લઈને Gujarat High Court માં મામલો પહોંચ્યો હતો. જેથી હાઇકૉર્ટે રાજ્ય સરકારને ઢોર ત્રાસ અટકાવવા તેમજ નિયંત્રણમાં લાવવા આદેશ કર્યો હતો. જેના પગલે Gujarat Government એ વર્ષ 2023માં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી અમલમાં મુકી છે. પશુ માલિકોએ ફરજિયાતપણે પશુ રાખવા માટે લાયસન્સ, ઢોરને ટેગિંગ (Taging) અને પ્રતિબંધિત વિસ્તારમાં ઢોરને રાખવા નહીં તેમજ ખુલ્લામાં છોડવા નહીં. નિયમભંગ કરનારા પશુ માલિકો સામે ભારે દંડ તેમજ જેલની પણ જોગવાઈ કરાઈ છે.

નરોડા ભરવાડ વાસ અને આસપાસમાંથી 34 ઢોર પકડાયા

AMCની સીએનસીડી ટીમ અને પોલીસ ટીમ બુધવારે સાંજે નરોડા ભરવાડ વાસ અને આસપાસના વિસ્તારમાં રખડતી ગાયો પકડવા પહોંચી હતી. જુદાજુદા સ્થળોએ રોડ પર રખડી રહેલી ગાયોને Team CNCD એ કૉન્ટ્રાક્ટ પર રાખેલાં કર્મચારીઓની મદદથી 34 જેટલા પશુઓને પકડી લઈ ઢોરના ડબ્બામાં પૂર્યા હતા.

- Advertisement -

કૃષ્ણનગર પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધ્યો

AMCમાં ઢોર પાર્ટીનો કૉન્ટ્રાક્ટ ધરાવતી રામદેવ એન્ટરપ્રાઈઝમાં નવ વર્ષથી નોકરી કરતા રજનીકાંત વાઘેલા (રહે. કૃષ્ણનગર, અમદાવાદ) એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રજનીકાંતભાઈ અને તેમના સાથી કર્મચારીઓ, અધિકારી અને પોલીસ સ્ટાફ નરોડા એસઆરપી ગ્રુપની પાછળ નરોડા ભરવાડ વાસ આગળ આવેલા શૌચાલય પાસેથી ત્રણ રખડતી ગાયોને કોર્ડન કરીને ટ્રેક્ટરમાં ચઢાવતા હતા તે સમયે કેટલાંક શખસોએ આવીને ગાયોને ભગાડી દીધી હતી. નોકરી પૂરી થતાં રજનીકાંત વાઘેલા ટુ વ્હીલર લઈને ઘરે જવા નીકળ્યા હતા. આ સમયે મિહિર ભરવાડ, જયેશ ભરવાડ, પપ્પુ ભરવાડ અને એક અજાણ્યા શખસે કૃષ્ણનગર મધુવન ગ્લોરી ફલેટ પાસે રોકી ગાયો પકડવા અમારા ઘર પાસે આવે છે તેમ કહીને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. રજનીકાંત વાઘેલા ઘાયલ થતાં તેમને સારવાર અર્થે સિવિલ હૉસ્પિટલમાં ખસેડાયા હતા.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular