જય અમીન(નવજીવન ન્યૂઝ. અરવલ્લી) અરવલ્લી જીલ્લાના ભીલોડા પંથકમાં એક અત્યંત શર્મનાક ઘટના સામે આવી છે. ભિલોડા એસ.ટી. ડેપોના એક ડ્રાઈવરે સ્કૂલે જતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે. ભોગ બનનાર સગીરાના માતાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે ગણતરીના કલાકોમાં એસટી ડ્રાઇવરને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. નિર્લજ એસટી ડ્રાઇવરના ચહેરા પર કોઇ પણ પ્રકારનો શેહ શરમ જોવા મળી ન હતી. એસટી બસના ડ્રાઇવરે અભ્યાસ કરવા જતી સગીરા પર દુષ્કર્મ આચરાતા દીકરીઓને શાળાએ મોકલવી પણ સુરક્ષિત ન હોવાનું લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
સ્કૂલ જતી દીકરીઓ પણ હવે સુરક્ષિત ન હોય તેવો વાલીઓ માટે લાલબત્તી સમાન ગંભીર કિસ્સો હાલ ભિલોડા પંથકમાંથી સામે આવ્યો છે. જ્યાં અભ્યાસ માટે એસટી બસમાં દરરોજ મુસાફરી કરી સ્કૂલે જતી સગીર વયની વિદ્યાર્થીની પર એસટી ડ્રાઈવરે જ શારીરિક શોષણ કર્યું હોવાની માહિતી મળી રહી છે. સ્કૂલમાં ભણવા જતી સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ભોગ બનાવી આ કુકર્મને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.
ભિલોડા પંથકમાં શિક્ષણ જગત અને સમાજને લજવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભિલોડા એસ.ટી. ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા વિજયભાઈ રમેશભાઈ ગામેતી નામના શખ્સ સામે ગંભીર આરોપો લાગ્યા છે. પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ, ભોગ બનનાર 16 વર્ષીય સગીરા નિયમિત રીતે બસમાં સ્કૂલે આવતી-જતી હતી. જે સગીરા પર આરોપી ડ્રાઈવર વિજય ગામેતીએ નજર બગાડી હતી. આ નરાધમ ડ્રાઈવરે સગીરા સાથે સારી સારી વાતો કરી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં લગ્નની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યું હતું અને સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનો પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સમગ્ર મામલે સગીરાની માતાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે ભિલોડા પોલીસે આરોપી ST બસ ડ્રાઈવર વિજય ગામેતી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ 64 (બળાત્કાર), કલમ 87 (લગ્નની લાલચે અપહરણ), તેમજ 137 (વાલીની સંમતિ વિના સગીર/અસ્થિર મગજની વ્યક્તિને લઈ જવું) તેમજ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








