નવજીવન.પંચમહાલઃ પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પસનાલ પાટીયા પાસે એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જેમાં મારૂતિવાનનું ટાયર ફાટતા ટ્રક સાથે અથડાતા ચાલકનું મોત થયું હતું, બનાવ સ્થળે પોલીસ પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.
શહેરા તાલૂકામા પસનાલ પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો. મારુતિવાનનું ટાયર ફાટતા વાન ઉછળીને ટ્રક સાથે અથડાઈ હતી. ગાડીના ચાલકનું ઘટનાસ્થળે મોત, સાથે અન્ય રહેલા વ્યક્તિને ગંભીર ઇજા થતા ગોધરા સિવીલ ખાતે ખસેડાયો છે. ઇજાગ્રસ્ત અને મરણ જનાર દાહોદ જિલ્લાના લીમખેડા વિસ્તારના વતની હોવાની અને લગ્નપ્રસંગમાં જાનૈયાઓને મૂકીને પાછા જતા હોવાની પ્રાથમિક માહીતી મળી છે. તેઓ શહેરાથી ગોધરા તરફ જતા હતા તે સમયે ગમખ્વાર અકસ્માત થયો હતો. બનાવ સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા. ૧૦૮ અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












