Thursday, April 30, 2026
HomeGujaratAhmedabadસુરતમાં દિલધડક રેસ્ક્યુ: 10મા માળે સૂતેલા આધેડ ગબડ્યા, 8મા માળે ગ્રિલમાં ફસાયા

સુરતમાં દિલધડક રેસ્ક્યુ: 10મા માળે સૂતેલા આધેડ ગબડ્યા, 8મા માળે ગ્રિલમાં ફસાયા

- Advertisement -

સુરતના રાંદેર ઝોનના જહાંગીરાબાદ ડી માર્ટ પાસે આવેલી ટાઇમ ગેલેક્સીમાં આજે એક દિલધડક ઘટના સામે આવી હતી. જેમાં બિલ્ડિંગના A બ્લોકમાં 10માં માળે રહેતા નિતિનભાઈ અડીયા (ઉંમર આશરે 57 વર્ષ) પોતાના ઘરની બારી પાસે સૂતા હતા. આ દરમિયાન અચાનક તેઓ બારીમાંથી નીચે પડી ગયા હતા. જો કે તેઓ સીધા જમીન પર પટકાવાને બદલે 8મા માળે આવેલી બારીની બહારની જાળી અને છજ્જાના ભાગે અટકી ગયા હતા. તેમનો પગ ગ્રીલમાં ફસાઈ ગયો હતો અને તેઓ હવામાં લટકી રહ્યા હતા.

સમગ્ર ઘટનાની જાણ કરાતા જહાંગીરપુરા, પાલનપુર અને અડાજણના ફાયરબ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા અને તેમની કમરે દોરડું બાંધી તેમજ કટરથી છજ્જાનો ભાગ કાપી તેઓનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેઓ આઠમા માળેથી બહારથી તરફ લટકી રહ્યા હતા.

- Advertisement -

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular