Monday, May 4, 2026
HomeGujaratસાંસદ સી.આર.પાટીલે નવી સિવિલ ખાતે 1100 કિલો ગોળ અને 1100 કિલો ખજૂર...

સાંસદ સી.આર.પાટીલે નવી સિવિલ ખાતે 1100 કિલો ગોળ અને 1100 કિલો ખજૂર મોકલાવી સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓની કાળજી લીધી

- Advertisement -

નવજીવન.સુરત: સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં સાંસદ સી.આર.પાટીલે ૧૧૦૦ કિલો ગોળ અને ૧૧૦૦ કિલો ખજૂર મોકલાવી સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓની કાળજી લીધી છે. સાંસદે નવી સિવિલ હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગની બહેનોને પૌષ્ટિક આહારના સેવન દ્વારા જરૂરી પોષણ મળી રહે તેવા માટે કુલ ૨૨૦૦ કિલો ગોળ અને ખજૂરનો જથ્થો નવી સિવિલ હોસ્પિટલ તંત્રને અર્પણ કર્યો હતો, જેને સ્ત્રી રોગ વિભાગમાં દાખલ મહિલાઓના લાભાર્થે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ અને ગાયનેકોલોજિસ્ટ સંધ્યાબેન છાસટીયાના હસ્તે વિવિધ વોર્ડના હેડનર્સ અને સિસ્ટર ઈન્ચાર્જને વિતરણ કરવામાં આવ્યા હતા.

- Advertisement -



આ ઉપરાંત, દ્વારા નવી સિવિલ તંત્રને દિવ્યાંગોને સહાયરૂપ થવાં ૮ વ્હીલચેર, ૨ ટ્રાઈસિકલ અને ૧૦ વોકર અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડિન ડો. ઋતુંભરા મહેતા, ઈ.મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. ગણેશ ગોવેકર, આર.એમ.ઓ. ડો. કેતન નાયક, સરકારી નર્સિંગ કોલેજના આચાર્ય ડો. ઈન્દ્રાવતી રાવ, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, નર્સિંગ અસોસિએશનના સભ્ય કિરણ દોમડીયા અને દિનેશ અગ્રવાલ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ લીલાબેન ગામીત, હેડનર્સ, સ્ટાફનર્સ સહિત લોકલ નર્સિંગ અસો. ટીમ તેમજ યુનિવર્સિટી સિન્ડીકેટ મેમ્બર અને ટી.બી.વિભાગના વડા ફેકલ્ટી ડો. પારૂલ વડગામા ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -





- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular