Tuesday, September 8, 2026
HomeGujaratમોડાસા GECમાં પ્રોફેસરની બિભત્સ માંગણીથી હંગામો: વિદ્યાર્થિનીને પાસ કરાવવાની લાલચ આપતા હોબાળો

મોડાસા GECમાં પ્રોફેસરની બિભત્સ માંગણીથી હંગામો: વિદ્યાર્થિનીને પાસ કરાવવાની લાલચ આપતા હોબાળો

- Advertisement -

જય અમીન, અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં શિક્ષણ જગતને શર્મસાર કરે તેવી ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજ (GEC)ના એક પ્રોફેસરે એક વિદ્યાર્થિનીને બિભત્સ સ્વરૂપના મેસેજ મોકલતા કૉલેજમાં ભારે હોબાળો મચી ગયો હતો. પ્રોફેસરે મેસેજ કરતી વખતે વિદ્યાર્થિનીને પાસ કરાવી આપવાની લાલચ પણ આપી હતી, જેને કારણે વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ ફેલાયો હતો.

બિભત્સ માંગણી સામે વિદ્યાર્થીઓનો આક્રોશ

મળતી માહિતી મુજબ, પ્રોફેસર મનીષ ચૌહાણે વિદ્યાર્થિનીને અશ્લીલ અને બિભત્સ માંગણીઓ કરતાં મેસેજ કર્યા હતા. પાસ કરાવવા માટેની લાલચ આપતા આ મેસેજ જાહેર થતાં વિદ્યાર્થિનીઓમાં ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. વિદ્યાર્થીઓ તેમજ એબીવીપી દ્વારા વિદ્યાર્થિનીઓના સમર્થનમાં તીવ્ર હોબાળો મચાવવામાં આવ્યો હતો.

- Advertisement -

આ વચ્ચે વિદ્યાર્થિનીની સાથે થયેલી વોટ્સએપ ચેટ પણ સામે આવી છે. આ પ્રોફેસરે એક જ અઠવાડિયામાં ત્રણ વિદ્યાર્થિનીઓને સમાન પ્રકારના મેસેજ કર્યા હોવાની માહિતી સામે આવી છે. જેને કારણે કૉલેજમાં ભારે ચિંતા અને ગૂસ્સો વ્યાપ્યો છે.

પ્રોફેસર ફરાર, પ્રિન્સિપાલે કાર્યવાહી કરવાની ખાતરી આપી

આ બિભત્સ મેસેજોની બાબત સામે આવતા જ પ્રોફેસર મનીષ ચૌહાણ હાલ ફરાર બન્યો છે. વિદ્યાર્થીઓના વિરોધ બાદ કૉલેજના પ્રિન્સિપાલે આ મામલે કડક કાર્યવાહી કરવાની બાહેંધીરી આપી, જેને પગલે પરિસ્થિતિ શાંત થઈ.

હજારો વિદ્યાર્થિનીઓની સુરક્ષા પર પ્રશ્નચિન્હ

આ ઘટનાએ કૉલેજ અને શિક્ષણ વિભાગમાં સુરક્ષા તથા નૈતિકતાને લઈને મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. હજારો વિદ્યાર્થિનીઓની સુરક્ષા તથા માનસિક સ્વસ્થતા અંગે ચિંતા વધી છે.

- Advertisement -

હાલ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ જો ફરિયાદ થાય તો પ્રોફેસર સામે સંસ્થાકીય તેમજ કાયદાકીય કાર્યવાહી થવાની શક્યતા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular