આયાત સસ્તી થઇ હોઈ ભારતીય રૂને સ્પર્ધાત્મક રાખવા સીસીઆઈ ૧૪૦ લાખ ગાંસડી રૂ ખરીદશે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): ઘટ્યા મથાળેથી આઈસીઈ ન્યુયોર્ક ડીસેમ્બર રૂ વાયદો પાછો ફરીને ગુરુવારે પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) ૬૬.૫૨ સેન્ટ મુકાયો હતો. આ સુધારાના ફંડામેન્ટલ કારણો હતા નબળો ડોલર, ક્રુડ ઓઇલના ભાવમાં વૃદ્ધિ. યુએસડીએ એ એડજસ્ટેડ વર્લ્ડ પ્રાઈસ ૨૧ સેન્ટ ઘટાડીને ગુરુવારે ૫૪.૧૦ સેન્ટ નિર્ધારિત કર્યા હતા. નાણા બજારમાં સેન્ટીમેન્ટ હકારાત્મક રહેવાથી સોદાનું પ્રમાણ પણ વધ્યું હતું. નબળા ડોલરને કારણે અમેરિકન રૂ પ્રમાણમાં સસ્તું લાગતા વિદેશી ગ્રાહકોની લેવાલીમાં સુધારો જોવાયો હતો. ચીનના ઝેન્ગ્જુહાન કોમોડીટી એક્સચેન્જ પર જાન્યુઆરી ૨૦૨૬ રૂ વાયદો ટન દીઠ ઘટીને ૧૩૮૬૦ યુઆન બોલાયો હતો. દિવસ દરમિયાન છ કરન્સી બાસ્કેટનો ડોલર ઇન્ડેક્સ ૯૭.૫૨ જ્યારે બ્રેન્ટ ક્રુડ પ્રતિ બેરલ ૬૭.૩૨ ડોલર બોલાયા હતા. ૧૦ સપ્ટેમ્બરે કોત્લુક એ ઇન્ડેક્સ ૭૭.૮૫ હતો.
અમેરિકન કૃષિ મંત્રાલયે ૮ સપ્ટેમ્બરે કહ્યું કે ૫૪ ટકા રૂ પાક સારી ગુણવત્તા દાખવે છે, જે ગત સપ્તાહે ૫૧ ટકા હતી. ગતવર્ષે આ તબક્કે કપાસની ગુણવત્તા માત્ર ૪૦ ટકા સારી હતી. ૮ સપ્ટેમ્બર સુધીમાં ૮ ટકાની લણણી પૂરી થઇ ગઈ છે, જે સામાન્ય કરતા વધુ છે. વિદેશી ગ્રાહકો અત્યારે બ્રાઝીલ અને ઓસ્ટ્રેલીયન રૂ ખરીદવાનો આગ્રહ રાખે છે. રવિવાર સુધીમાં ૯૭ ટકા રૂ છોડ પર કપાસના ડોડા બેસી ગયા છે. એક એનાલીસ્ટે કહ્યું કે આગામી સપ્તાહોમાં ભાવ સાંકડી વધઘટે અથડાતા રહીને સોદાનું પ્રમાણ પણ ઘટવાની સંભાવના છે.
આયાત સસ્તી થઇ હોઈ ભારતીય રૂને લઘુત્તમ ટેકાના ભાવ કરતા નીચે જવા ના દઈને સ્પર્ધાત્મક રાખવા , ભારતીય સરકારી એજન્સી સીસીઆઈ વર્તમાન રૂ મોસમ કરતા ૨૦૨૫-૨૬મા, ૪૦ ટકા વધુ ૧૪૦ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો) રૂ ખરીદશે. કપાસ (કપાસિયા સાથેનું રૂ)નાં લઘુત્તમ ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ ૮.૨૭ ટકા વધારીને રૂ. ૭૭૧૦ કરવા સાથે સીસીઆઈ વિક્રમ પ્રમાણમાં રૂની ખરીદી કરશે. ભારતીય કૃષિ મંત્રાલયે કહ્યું કે ૨૯ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં રૂનું વાવેતર ૧૦૮.૭૭ લાખ હેકટરમાં થયું હતું જે ગતવર્ષના સમાન ગાળાનાં ૧૧૧.૩૯ લાખ હેકટર કરતા ૨.૬૨ ટકા ઓછું હતું.
આઈસીઆઈ ડીસેમ્બર રૂ વાયદો ૬૬.૫૨ સેન્ટમાં ટ્રેડ થાય છે, જે રૂ.૪૫,૮૦૦ પ્રતિ ખાંડી (૩૫૬ કિલોને સમાંતર ભાવ છે. જો તેમાં આયાત જકાત અને અન્ય પડતર ખર્ચા ઉમેરીએ તો પણ ભારતમાં આયાતી રૂ સસ્તું પડે છે. લઘુત્તમ ટેકાના ભાવ વધાર્યા પછીનો ભારતીય ભાવ રૂ. ૬૩,૦૦૦ પ્રતિ ખાંડી થાય છે. કૃષિ મંત્રાલયના અનુમાન પ્રમાણે રૂ ઉત્પાદન ગતવર્ષ કરતા ૫.૮ ટકા ઓછું, ૩૦૬.૯૨ લાખ ગાંસડી આવશે. કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ ઓગસ્ટમાં ઉત્પાદન અંદાજ ૩૧૧.૪ લાખ ગાંસડી મુક્યો હતો.
ભારત અને અમેરિકાની બે વ્યવસાયિક એજન્સીઓ ટેક્સટાઈલ એસોસિયેશન સાઉથ ઇન્ડીયા અને અમેરિકન એસોસિયેશન ઓફ ટેક્સટાઈલ કેમિસ્ટ એન્ડ ક્લોરીસીસ્ટના સંયુક્ત નેજા હેઠળ, ૨૧-૨૨ નવેમ્બરે કોઇમ્બતુર ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. આ કોન્ફરન્સમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપારની તકો અને ટ્રેડમાં આવનારા ટેકનીકલ પડકારોની ચર્ચા કરવામાં આવશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








