અમેરિકાનો વિપુલ અનાજ પાક બજારમાં આવે તે પહેલા ઘઉં, મકાઈ, સોયાબીનમાં હેમરીંગ
૨૦૨૫મા ઓસ્ટ્રેલીયન ઘઉં ઉત્પાદન ૧૦ વર્ષની સરેરાશ કરતા ૨૨ ટકા વધુ ૩૩૮ લાખ ટન
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): શિકાગો ઘઉં ડીસેમ્બર વાયદામાં ગત સપ્તાહે જોવાયેલો નજીવો સુધારો ઉભરા જેવો સાબિત થયો હતો, સોમવારે સતત પાંચમાં સત્રમાં ઘટી ત્રણ સપ્તાહની બોટમે ૫.૧૬ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૨૧૬ કિલો) મુકાયો હતો. બજારમાં પુરવઠા સ્થિતિમાં સતત સુધારાનાં સમાચારે બજારનો આંતરપ્રવાહ નબળો પડી ગયો છે. રશિયા અને ઈયુ દેશો સારી ઉપજ (યીલ્ડ) સાથે ઘઉંનો પાક લણી રહ્યાના અહેવાલે આખા વિશ્વની ગ્રેઇન બજારનાં સેન્ટીમેન્ટને ઢીલું પાડી દીધું છે. આટલું અધૂરું હોય તેમ વિશ્વના અન્ય આગેવાન નિકાસકાર, ઓસ્ટ્રેલીયાનાં પાકના સંયોગો ઉજળા થઇ રહ્યા છે. વધુમાં આગેવાન હેજ ફંડોએ તેમના તેજીના ઓળિયા ધરખમ હળવા કરી નાખ્યા હતા. યુએસ કોમોડીટી ફ્યુચર્સ ટ્રેડીંગ કમીશન (સીએફટીસી)ના આંકડા સૂચવતા હતા કે મંદીવાળા ઘઉં વાયદામાં મોટું વેચાણ કરીને બેઠા છે.
આ આંકડા એવું પણ કહે છે કે ૨૬ ઓગસ્ટે પુરા થયેલા સપ્તાહમાં અન્ય તેજીવાળા સ્પેક્યુલેટીવ રોકાણકારોએ પણ ફંડો પાછળ સોયાબીન, મકાઈના ઉભા ઓળિયા ઘાએ ઘા ફેકી દીધા હતા. આનો અર્થ એ થયો કે અમેરિકાનો વિપુલ અનાજ પાક બજારમાં આવે તે પહેલા સાવચેતીના પગલાં રૂપે તેમણે અનાજ બજારમાં હેમરીંગ કર્યું હતું. ઓસ્ટ્રેલીયા, કેનેડા, રશિયા સહિતના દેશોમાં આ વર્ષે વિપુલ અનાજ પાક લણાશે. આ બધા પાકોને લીધે તાજેતરમાં ફંડોની મોસમી માંગ જારી હોવા છતાં, બજારના તેજીના મોમેન્ટમને બ્રેક લાગી ગઈ છે.
મજબુત પુરવઠા સ્થિતિની સંભાવના, લણણીની પ્રગતી, કરન્સી બજારમાં ઉથલપાથલ, અને નબળા પડતા નિકાસ સંયોગ જેવા ફંડામેન્ટલ્સ ઘઉં બજારને જુલાઈ એન્ડથી લાગુ પડી ગયા હતા. યુકેમાં ફીડ (પશુઆહાર) વ્હીટ નવેમ્બર ૨૦૨૫ વાયદો ટન દીઠ ઘટીને ૧૬૮.૩૦ પાઉન્ડ થયો, તેની અસરે આખા વિશ્વના અનાજ બજારો ઢીલા પડી ગયા હતા. પેરીસ મીલીંગ વ્હીટ પણ નબળો હતો. અમેરિકન ફેડરલ રીઝર્વે વ્યાજદરો જાળવી રાખવાનું નક્કી કરતા મક્કમ થયેલા ડોલરે પણ ઘઉંને ઘટાડવામાં ભૂમિકા કરી હતી.
યુક્રેને તેની ૫૧.૬ લાખ હેકટર જમીનમાં ઘઉં વાવણીમાંથી ૫૦ લાખ હેકટરમાં સરેરાશ ૪.૩૭ પ્રતિ હેકટર યીલ્ડ (ઉપજ) લેખે ૨૧૯ લાખ ટન ઘઉં લણી લીધા છે. પાંચ વર્ષની સરેરાશ ઉપજ જેટલીજ આ ઉપાજ છે. વિપુલ રશિયન વર્તમાન ઘઉં નિકાસ, કાળા સમુદ્ર દેશમાંથી પણ નિકાસને વેગ આપશે. યુરોપિયન યુનિયનમાં જર્મનીનો શિયાળુ ઘઉં પાક આ વર્ષે ૨૬ ટકા વધુ આવશે, એમ જર્મન કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું. નિકાસકાર દેશોમાં હવે પુરવઠા અછતનો કોઈ ભય નાં હોવાથી, ભાવ દબાણમાં આવવા લાગ્યા છે, એમ એક સિંગાપુર ટ્રેડરે કહ્યું હતું.
ટૂંકમાં ઓસ્ટ્રેલીયાથી આવનાર ઘઉં પાક તેની વાર્ષિક સરેરાશ કરતા વધુ આવવાની અપેક્ષા છે. ૨૦૨૫મા ઉત્પાદન ૧૦ વર્ષની સરેરાશ કરતા ૨૨ ટકા વધુ ૩૩૮ લાખ ટન અંદાજવામાં આવ્યો છે. ઉત્તર ગોળાર્ધમાં રશિયા સહીતનાં ઉત્પાદક દેશોનો સંયુક્ત ઉત્પાદકતા અને ઉતારો વિપુલ આવાવની સંભાવના છે. આ બધા દેશોમાં નવા પાકની આવકો વેગ પકડતા, નિકાસ ભાવ સતત નીચે આવી રહ્યા છે.
અમેરિકામાં એવી સ્થિતિ સર્જાઈ છે કે ગ્રામ્ય મકાઈની આવકો શરુ થઇ જતા, ઘઉંના ગોડાઉનો ખાલી કરવાની કવાયત શરુ થઇ ગઈ છે. સ્થાનિક હાજર બજારમાં માલભરાવો થતા, ભાવ તૂટવા લાગ્યા છે. બ્રાઝીલીયન કૃષિ એજન્સી કોનાબએ કહ્યું હતું કે ઓગસ્ટમાં અમારા ઉત્પાદક રાજ્યોમાં હવામાન સ્થિતિ એકદમ હકારાત્મક રહેતા ઉત્પાદનમાં મોટી વૃદ્ધિ સંભવિત બની છે. વિશ્વ બજારની નવી ઘઉં મોસમમાં બ્રાઝીલના ઘઉ ઠલવાશે, ત્યારે મંદીવાળા જલ્યા નહિ જલાય
આર્જેન્ટીનામાં ૨૦૨૫-૨૬ના ઘઉંનું વાવેતર પૂર્ણતાને આરે છે ત્યારે, તાજેતરમાં આવેલા વરસાદ થકી જમીનમાં પુષ્કળ ભેજ જમા થયો છે, જેણે વિક્રમ પાકના સંયોગો ઉજળા કરી નાખ્યા છે. નિકાસ માંગ ભાવ વધુ ઘટવાની રાહે સાવ ઠંડી હોવાથી અને પુષ્કળ પુરવઠા સંયોગોને ધ્યાનમાં લેતા ભાવ ક્યા જઈ અટકશે તે કહેવું મુશ્કેલ છે. યુરોપીયન યુનિયન અત્યારે ગતવર્ષ કરતા પણ નીચા ભાવે નિકાસકારોને આવકારી રહ્યા છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








