Thursday, April 23, 2026
HomeGujaratકથાકાર મોરારીબાપુની ધર્મપત્ની નર્મદાબેનનું અવસાન, તલગાજરડામાં આજે સમાધિ

કથાકાર મોરારીબાપુની ધર્મપત્ની નર્મદાબેનનું અવસાન, તલગાજરડામાં આજે સમાધિ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ભાવનગર: રામ કથાકાર મોરારીબાપુની ધર્મપત્ની નર્મદાબેન મોરાર દાસ હરિયાણીનું અવસાન થયું છે. તેમણે મહુવા તાલુકાના તલગાજરડા સ્થિત પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ હતા અને છેલ્લા બે દિવસથી અન્ન પણ લીધું નહોતું. આજે સવારે 9 વાગ્યે તલગાજરડામાં તેમની સમાધિ વિધિ સંપન્ન થવાની છે.

નર્મદાબેન અને મોરારીબાપુના લગ્ન વણોટ ગામમાં સંપૂર્ણ થયા હતા. 75 વર્ષના જીવનપથને વિદાય આપી ગયેલી નર્મદાબેનના અવસાનથી સમગ્ર તલગાજરડા તથા આસપાસના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હદયસ્પર્શી શ્રદ્ધાંજલિઓ સાથે સ્થાનિક લોકો અને ભક્તજનો તેમનો વિદાય સંસ્કાર અર્પણ કરશે.

- Advertisement -

મોરારીબાપુ તેમની રામકથાઓ માટે ઓળખાય છે અને તેમના જીવનસાથી તરીકે નર્મદાબાએ સાદગીભર્યું અને નમ્ર જીવન જીવ્યું હતું.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular