Saturday, April 25, 2026
HomeGeneralIIM અમદાવાદે MBA પ્રવેશ માટે સુધારેલા માપદંડની જાહેરાત કરી

IIM અમદાવાદે MBA પ્રવેશ માટે સુધારેલા માપદંડની જાહેરાત કરી

- Advertisement -

નવજીવન.અમદાવાદ: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ (PGPM)માં અનુસ્નાતક 2022-24 બેચમાં પ્રવેશ માટે એકેડેમિક રેટિંગ (AR)ની ગણતરી માટે નવા ફોર્મ્યુલાની જાહેરાત કરી છે. સંસ્થાએ શોર્ટલિસ્ટિંગ માપદંડમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી ધારકોને દૂર કરવાનો નિર્ણય લીધો છે અને એકેડેમિક રેટિંગ હવે વર્ગ 10, વર્ગ 12ની બોર્ડ પરીક્ષાઓમાં ઉમેદવારો દ્વારા મેળવેલા ગુણને ધ્યાનમાં લઈને અને અને તેમના કામના અનુભવના આધારે ગણતરી કરવામાં આવશે.



કોવિડ-19 ને કારણે ઘણી યુનિવર્સિટીઓ છેલ્લા બે વર્ષમાં પરીક્ષાઓ યોજી શકી ન હતી અને વૈકલ્પિક માપદંડોના આધારે વિદ્યાર્થીઓને એડમિશન આપવું પડ્યું હતું તે ધ્યાનમાં લેતા, કોમન એડમિશન ટેસ્ટ (CAT) 2021 સમિતિએ ઉમેદવારોને લઘુત્તમ ટકાવારીની જરૂર વગર પરીક્ષામાં બેસવાની મંજૂરી આપી હતી. IIM અમદાવાદે 2022-24 પ્રવેશ માટે CAT કટ-ઓફ અને અન્ય વિગતો પણ જાહેર કરી છે.

“આના કારણે, IIM અમદાવાદની પ્રવેશ સમિતિએ શોર્ટલિસ્ટિંગ માપદંડમાંથી ગ્રેજ્યુએશન ડિગ્રીને દૂર કરવાનો અને તેને તમામ ઉમેદવારો પર એકસરખી રીતે લાગુ કરવાનો નિર્ણય લીધો છે. હવે AR ની ગણતરી 25 ના સ્કેલ પર કરવામાં આવશે (વર્ગ 10મા માર્કસ, 12મા ધોરણના માર્કસ અને ઉમેદવારના કામના અનુભવને ધ્યાનમાં રાખીને) અને પોઈન્ટને 35 પર પ્રો-રેટ કરવામાં આવશે,” તેવું IIM અમદાવાદે જણાવ્યું હતું.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular