ગોલ્ડ સિલ્વર રેશિયો ૯૨.૨૦ પોઈન્ટ સૂચવે છે કે માધ્યમગાળામાં ચાંદીના ભાવ ૪૦ ડોલર થવા જોઈએ
એકાદ વર્ષમાં ચાંદીનાં રોકાણકારને ૧૫થી ૨૦ ટકા સુધીનું વળતર આપી શકે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): જેવા સાથે તેવા, ટ્રમ્પની વેપાર નીતિ કોમોડીટી (Commodity) બજારમાં ખાસ કરીને ચાંદીને (Silver) તેજીના હિલોળે ચઢાવશે. “ચાંદીના ભાવ સામે જોખમ” એવા એક અહેવાલમાં કોમોડીટી સ્ટ્રેટેજીસ્ટ સીટી ગ્રુપ કહે છે કે અમેરિકાના લીબરેશન ડે (બે એપ્રિલ)એ બજારની સર્વાનુમત આયાત જકાત કરતા વધુ ટકાવારી જાહેર થેશે તો ચાંદીની તેજી રોકી નહીં રોકાય. આમ પણ અમેરિકા અને યુકે વચ્ચે ૬ મહિનાનાં ચાંદી વાયદાના સોદા સીએમઈ અને એલએમઈ વચ્ચે હાલમાં ૩થી ૬ ટકાના ભાવ તફાવતથી ચાલી રહ્યા છે, એ જોતા જકાત દરો આટલા તો અમલી બની શેકે છે. આને લીધે બે એપ્રિલે ભાવમાં અનાપસનાપ વધઘટ સંભવિત છે. શક્ય છે કે આરંભમાં જકાત ૧૫થી ૩૦ ટકા વધે, પણ ત્યાર પછીના છ મહિનામાં તેમાં મોટો વધારો અશકય નથી મનાતો.
ગત સપ્તાહનાં આરંભે જોખમી તેજીના સંકેતનો ધ્વજ લહેરાયો, ત્યાર બાદ ચાંદીના હાજર ભાવ, એક તબક્કે ૩૪.૫૬ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ (૩૧.૧૩૪૭ ગ્રામ) બોલાયા, જે સપ્ટેમ્બર ૨૦૧૨ પછીની નવી સાયકલીકલ હાઈ હતી. તેજીવાળાઓએ એકાદ દાયકાની ઊંચાઈ ૩૪.૮૭ ભાવને લક્ષ્યાંક બનાવ્યો છે. ટેકનીકલ મુદ્દાઓ ઉપરાંત, જેવા સાથે તેવા બની વળતો જકાત વૃદ્ધિ પ્રહાર, જો અમેરિકા ૩ એપ્રિલથી આવી જકાત વૃદ્ધિનો આગ્રહ રાખશે તો, ચાંદીના ભાવ જકાત સાથે સરભર થવા વધી શકે છે. આ જોખમો એવું સૂચવે છે કે આ સપ્તાહે અન્ડર વેલ્યુડ રહેલી ચાંદીમાં મોટી અફડાતફડી જોવા મળશે.
તાજેતરમાં અમેરિકા અને યુકે વચ્ચે કોપરના ભાવ ગાળીયા વધ્યા જેમાં કોપરના સોદા એમેરિકામાં મોટા પ્રીમિયમથી થવા લાગ્યા. કોપરમાં આવા ભાવ ગાળીયા જોઇને વેપારીઓ એ પણ સમજી રહ્યા છે કે આગામી દિવસોમાં બજારનો સિનારિયો કેવો થવાનો છે. ૨૦૨૫મા જાગતિક ચાંદીની માંગ વ્યાપક રીતે સ્થિર ૧.૨ અબજ ઔંસ રહેવાની છે. સિલવર ઇન્સ્ટીટ્યુટનો અહેવાલ કહે છે કે ઔદ્યોગિક માંગ વધશે પણ સામે જ્વેલરી અને વાસણોની માંગમાં ઘટાડો સંભવિત છે.
ઇન્સ્ટીટ્યુટ કહે છે કે ૨૦૨૫મા સતત પાંચમાં વર્ષે ચાંદીની પુરવઠા અછત જળવાઈ રહેશે. અલબત્ત, આ વર્ષે ચાંદીની પુરવઠા ખાધ પ્રમાણમાં ઓછી રહેશે, છત્ત ખાધ ઐતિહાસિક રીતે વધુ તો હશે જ. જો બજારના મોમેન્ટમની રીતે જોઈએ તો ચાંદી અત્યારે રોકાણકારો માટે ઉત્તમ વળતર આપનાર સાબિત થઇ છે. માધ્યમગાળામાં ચાંદીના ભાવ હજુ પણ ૨૫થી ૩૦ ટકા વધવાની સંભાવના ધરાવે છે.
સોનાની તુલનાએ ચાંદીના ભાવ તુલનાત્મક રીતે હજુ ઘણા નીચા છે, અને વર્તમાન ગોલ્ડ સિલ્વર (સોનું ૩૧૪૫ ડોલર અને ચાંદી ૩૪.૧૨ ડોલર) રેશિયો ૯૨.૨૦ પોઈન્ટ જેટલો ખુબ ઉંચો છે. આ સૂચવે છે કે મધ્યમ સમયમાં ચાંદીના ભાવ ૪૦ ડોલર થવા જોઈએ. ૨૦૨૫મા ભાવની દ્રષ્ટીએ સોના કરતા ચાંદીના ભાવ વેગથી વધવાની આશાવાદી સંભાવના દાખવે છે. માત્ર ગોલ્ડ સિલ્વર રેશિયો જ નહિ ચાંદીના ફન્ડામેન્ટલ્સ, જેવા કે ગ્રીનઉર્જા માટેની ચાંદી માંગ અને માંગ પુરવઠા વચ્ચેનો મોટો તફાવત જેવા મુદ્દા ભાવ વધારાની મજબુત તરફેણ કરે છે. આ બધાનો સરવાળો એકાદ વર્ષમાં ચાંદીનાં રોકાણકારને ૧૫થી ૨૦ ટકા સુધીનું વળતર આપી શકે છે.
સાકશો બેન્કના કોમોડીટી સ્ટ્રેટેજીસ્ટ ઓલે હેન્સન કહે છે કે અમેરિકા ચાંદી પર ભારે જકાત નાખવા તત્પર બન્યું છે, ત્યારે આખા વિશ્વમાંથી ચાંદીનો જથ્થો અમેરિકન બેન્કોમાં ખડકલો થવા લાગ્યો છે. ચાંદીના ભાવ વધવાનું આ પણ એક મજબુત કારણ છે. આ જકાત વધારાની ધમકી ચાંદી, કોપર અને પ્લેટીનમ ગ્રુપ મેટલને ફાયદો કરાવી રહી છે. સાથેજ તેઓ ચેતવણીના સૂરમાં કહે છે કે આ એક જોખમી તબક્કો છે, આ દ્વિપક્ષી વેપાર કરારમાં જકાત વધશે અથવા નહિ પણ વધે એવું બની શકે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








