Saturday, May 30, 2026
HomeBusinessસીએમઈ અને એલએમઈ વાયદાનાં આર્બીત્રાજ (ગાળિયા) વિક્રમ ઉંચાઈએ ૧૨૦૦ ડોલર

સીએમઈ અને એલએમઈ વાયદાનાં આર્બીત્રાજ (ગાળિયા) વિક્રમ ઉંચાઈએ ૧૨૦૦ ડોલર

- Advertisement -

અમેરિકા રવાના થતા કોપર શિપમેન્ટનાં ભાવ પર આ જકાત વૃદ્ધિની અસર ડિસ્કાઉન્ટ થવા લાગી

મની મેનેજરો તેમના તેજીના ઓળિયા ઓકટોબર ૨૦૨૪ પછીની નવી ઊંચાઈ લઇ ગયા

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): અમેરિકામાં આયાત થતા તાંબા પર ટ્રમ્પ ટેરીફ નાખવાના છે, એવી ધમકી પછી સીએમઈ (શિકાગો મર્કન્ટાઇલ એક્સચેન્જ) અને એલએમઈ (લંડન મેટલ એક્સચેન્જ) પર ચાલતા કોપર (Copper) વાયદાના ગાળીયા વિક્રમ ઉંચાઈએ પહોચી ગયા છે. ગત સપ્તાહના આરંભે ટ્રમ્પએ કહ્યું હતું કે પહેલા અમે એલ્યુમીનીયમ અને સ્ટીલ પર આયાત જકાત નાખશું, તેથી કોપરની આયાત જકાત વધારાનો નિર્ણય લેતા થોડો સમય લાગી જશે. આ નીવેદન પછી અમેરિકા રવાના થતા કોપર શિપમેન્ટ (નિકાસ)નાં ભાવ પર આ જકાત વૃદ્ધિની અસર, ડિસ્કાઉન્ટ (ભાવ વધવા લાગ્યા) થવા લાગી હતી.

સીએમઈ અને એલએમઈ બન્ને એક્સચેન્જ પર ચાલતા વાયદા કરારોના આર્બીત્રાજ (ભાવ તફાવત) ગાળીયા મોટા થવા લાગ્યા. સીએમઈ પર, લંડનમાં ચાલતા માર્ચ વાયદાના ભાવ પ્રીમીયમ ૧૦ ટકા કરતા વધુ એટલે કે ટન દીઠ ૧૨૦૦ ડોલર જેટલા મોટા થઇ ગયા છે. અમેરિકામાં આ વર્ષે તાંબાના ભાવ ૨૦ ટકા કરતા વધુ વધી ગયા છે, જે ૨૦૨૪ની ઊંચાઈ વટાવી, હાલ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) ૪.૬૬ ડોલર બોલાય છે. પણ એલએમઈ પર વર્ષાનું વર્ષ આ ભાવ વધારો ૧૦ ટકા આસપાસ સીમિત રહીને ત્રિમાસિક વાયદો શુક્રવારે ૯૪૭૪ ડોલર બંધ થયો હતો. જો આયાત જકાત વૃદ્ધિ લાગુ થશે તો, ભાવમાં મોટો વધારો હજુ સંભવિત છે. જો બજારની ધારણા કરતા જકાત વધારો સીમિત રહેશે તો, ભાવના ગાળીયા સંકળાય જવાનું પણ એટલુંજ જોખમ છે.

- Advertisement -

જો અમેરિકન ફુગાવો વર્તમાન સ્તરે જળવાઈ રહે કે પાછો ફરે તો ફેડરલ રીઝર્વ વ્યાજદર ઘટાડવા માટે કોઈ ઉતાવળ નહિ કરે. જો આમ થાય તો બિલ્ડીંગ અને કન્સ્ટ્રકશન સેકટરમાં સુધારાની ગતિ ધીમી પડી જાય તેમજ કોપરની માંગ નબળી પાડવા લાગે. અમેરિકા દ્વારા કોપર પર આયાત જકાત નાખવાના છે, એવા ભય વચ્ચે મની મેનેજરો તેમના તેજીના ઓળિયા ઓકટોબર ૨૦૨૪ પછીની નવી ઊંચાઈ લઇ ગયા છે. જકાત વધારાના ભયે અમેરિકન બજારમાં તાંબાની અછત સર્જાવાની ચિંતા વધી છે, આથી આર્બીત્રાજ (ભાવ ગાળીય)નો લાભ લેવા ટ્રેડરો લંડનના ગ્લોબલ વેરહાઉસમાંથી, તાબૂ અમેરિકન બજારમાં સ્થળાંતરિત કરવા લાગ્યા છે.

અમેરિકન જીઓલોજીકલ સર્વેના આંકડા કહે છે કે સ્થાનિક વપરાશના વાર્ષિક ૪૫ ટકા કોપરની આયાત કરવી પડે છે. ચીલી ૩૫ ટકા અને ત્યાર પછી કેનેડા ૨૬ ટકા સૌથી વધુ પુરવઠો પૂરો પડે છે. ૨૦૨૪મા અમેરિકાએ ૮ લાખ ટન તાંબાની આયાત કરી હતી. ઘરેલું ઉત્પાદન ૮.૫ લાખ ટન થયું હતું. જો અમેરિકા આયાત જકાત વધારવાનું નક્કી કરશે તો, શકાય છે કે ટૂંકાગાળામાં ઉછાળો આવે, પરંતુ આવો જકાત વધારો આવે તે પહેલા જ અમેરિકામાં આયાતિત કોપરના ઢગલા થવા લાગ્યા છે. આ સંયોગમાં જાગતિક ટ્રેડ વોર શરુ થાય તો તે કોપર માટે મંદીના ફંડામેન્ટલ્સ હશે. વિશ્વના અર્થતંત્રની તંદુરસ્તી સંદર્ભે તાંબુ બેરોમીટરની પ્રતિસ્થા ધરાવે છે, તેથી તેને ડોકટર કોપરની સંજ્ઞા આપવામાં આવી છે. કોપર અને અન્ય ધાતુ પરની જકાતને મંદીની ધોતક ગણવામાં આવે છે, કારણ કે લાંબાગાળે તેનાથી ફુગાવા વૃદ્ધિ થાય અને અર્થતંત્રોના વિકાસની ગતિ ધીમી પડશે.

આયાત જકાત વૃદ્ધિનું ગાંડપણ અમેરિકાના વિકાસમાં રોડા નાખે તેમ છે, ચીન તેના અર્થતંત્રને નવજાગૃત કરવાની પીન્ઝણમાં પડ્યું છે. કોપર અને અન્ય ઔધ્યોગિક ધાતુની માંગ ધીમી પડી જવાની સંભાવના છે. બીજી તરફ જો આવી ટ્રેડ વોર લાંબી ચાલશે તો, ચીન તેના અર્થતંત્રને બચાવવા વધુ રાહત પેકેઝ્ના ડોઝ આપી, વધુ જલદ પગલાં ભરતા અચકાશે નહિ. આમ થતા કોપર અને અન્ય ઔદ્યોગિક મેટલના ભાવને પોરો ખાવાનો મોકો મળી ભાવ ઘટતા અટકશે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular