Saturday, April 25, 2026
HomeGeneralદેશી દારુ નશામાં સુરતના યુવકે એસીડ પી લીધુ, પિતાના અવસાન પછી પરિવારની...

દેશી દારુ નશામાં સુરતના યુવકે એસીડ પી લીધુ, પિતાના અવસાન પછી પરિવારની જવાબદારી હતી તેના માથે અને…

- Advertisement -

નવજીવન.સુરતઃ સુરતમાં એક યુવકે દારુના નશામાં પાણીની જગ્યાએ એસીડ પી લેતા મૃત્યુ થયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ યુવક મૂળ ઓડિસાનો વતની હોવાની જાણકારી મળી રહી છે. ત્રણ પોટલી દેશી દારુ પીને આ યુવક ભાન ભુલ્યો અને પાણીની જગ્યાએ એસીડ પી લીધું હતું. ત્યાર બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટર્સ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.



જિતેન્દ્ર રઘા નામનો આ યુવક મૂળ ઓડિસાનો વતની હતો. પિતાના નિધન પછી પરિવારની બધી જ જવાબદારીઓ આ યુવક પર હતી. બે બહેનો અને માતાની આર્થિક જવાબદારીઓ પણ આ જિતેન્દ્રની જ હતી. એસીડ પી લીધા પછી તેણે મીત્રોને કહ્યુ કે મેં એસીડ પી લીધુ છે, જેથી તમામ મીત્રો ચોંકી ગયા અને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પીટલમાં ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો.

જીતેન્દ્રના મિત્ર પંકજ સ્વાઈએ જણાવ્યું હતું કે, “જિતેન્દ્ર રઘા રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. તે સુરત આવીને સંચા કારખાનામાં સંચા કારીગર તરીકે નોકરી કરતો હતો. દારુના નશામાં તેણે એસીડ પી લીધું હતું અને તેણે અમને આ અંગે જાણ કરી હતી. અમે તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા.”

- Advertisement -

આ અંગે જ્યારે પોલીસે ઓડીસામાં રહેતા જિતેન્દ્રના પરિવારને જાણ કરી હતી ત્યારે પરિવારને આઘાત લાગ્યો હતો. આ અંગે અકસ્માત મોત નોંધીને પાંડેસરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular