વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લા કલેકટરે હાલમાં જ ગોરા ઘાટ પર પૂજા-અર્ચના કરવા તથા દૂધ ચઢાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આવા પ્રતિબંધનું કારણ એવું છે કે નદી પ્રદુષિત ન થાય. આ પ્રતિબંધને પગલે નર્મદા નદી તથા ગોરા ઘાટ આસપાસના સાધુ સંતોમાં રોષ ફેલાયો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક નિર્માણ પામી રહેલા ગોરા ઘાટ નામકરણને લઈને પણ અનેક વાદ-વિવાદ ચાલી રહ્યા છે. ગોરા ઘાટના નામકરણ મુદ્દે સાધુ સંતોનું એક પ્રતિનિધિ મંડળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના એડી. કલેકટરને મળવા આવ્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના એડિશનલ કલેક્ટરે મળવાનો સમય ન આપ્યો હોવાનો આક્ષેપ નર્મદા જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ મહામંત્રી સ્વામી ધર્માંનંદ મહારાજ, સદાનંદ મહારાજ સહીત અન્ય સાધુ સંતોએ લગાવ્યો હતો. નર્મદા નદી પર તૈયાર થઈ રહેલા ઘાટને શંકરાચાર્ય ઘાટ નામ આપવા અંગે પોતાની રજૂઆત કરવા માટે તેઓ આવ્યા હતા. દરમિયાન સાધુ સંતો અને અધિકારી વચ્ચે તું તું મૈં મૈં ના દ્રશ્યો સર્જાયા હોવાનું કહેવાય છે પરંતુ તેની કોઈ સત્તાવાર સચોટ વિગતો મળી રહી નથી. અધિકારીએ સરકારનો પરિપત્ર હોઈ તેમની માંગ સ્વીકારી શકાય નહીં એમ જણાવતા સાધુ-સંતોએ તથા પ્રધાનમંત્રી કાર્યાલયનો સંપર્ક કરી આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.
સાધુ સંતોના પ્રતિનિધિ મંડળના સદાનંદ મહારાજે જણાવ્યું હતું કે, અધિકારીઓ સાધુ સંતોની રજૂઆત નથી સાંભળતા તો સામાન્ય લોકોની રજૂઆત તો શું સાંભળશે? સરકાર અધિકારિઓ પાછળ લાખો રૂપિયા ખર્ચી વી.આઈ.પી ટ્રીટમેન્ટ આપે છે, પણ અધિકારીઓને પોતાના કર્તવ્યનું ભાન નથી. પીએમ, સીએમ તો રાત દિવસ કામ કરે છે પણ અધિકારીઓ કામ ન કરતા હોવાથી સરકાર બદનામ થાય છે, એમની પર છાંટા ઉડે છે. એટલે આવા અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવી જોઈએ.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












