Sunday, April 26, 2026
HomeGeneralકોંગ્રેસના જયરાજ સિંહે વિજય સુવાળાની ઉડાવી હાંસી 😀: Video, કહ્યું 'ભુવાજીને ભાજપમાં...

કોંગ્રેસના જયરાજ સિંહે વિજય સુવાળાની ઉડાવી હાંસી 😀: Video, કહ્યું ‘ભુવાજીને ભાજપમાં મજા આવશે કારણ કે…’

- Advertisement -

નવજીવન. અમદાવાદઃ ગુજરાત આમ આદમી પાર્ટીમાંથી હાલમાં જ પોતાનો નાતો તોડીને ભાજપમાં ભળેલા વિજય સુવાળા પર કોંગ્રેસના નેતા જયરાજ સિંહ દ્વારા કટાક્ષ સાથે હાંસી ઉડાવતું નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ભુવાજીને ભાજપમાં મજા આવશે ત્યાં આમે ડાકલા વગાડનારા ઘણા મળશે. જયરાજ સિંહ પરમારનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થવા લાગ્યો છે.



છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાનો પગ જમાવવાના પ્રયત્નોમાં છે તેવા સંજોગોમાં આમ આદમી પાર્ટીને ફટકો પડ્યો છે. હાલમાં ચૂંટણીનો સમય નજીક છે તેને સામાન્ય લોકોમાં નેતાઓની ગુલાટ મારવાની સિઝન કહેવાય છે. ત્યારે આમ આદમી પાર્ટીમાં કેટલાક કારણો સર ન બંધ બેસતા ગુજરાતી ગાયક વિજય સુવાળાએ આપની ટોપી મુકી ભાજપનો ખેસ પહેર્યો છે. ભાજપનો ખેસ પહેરતા સાથે તેમણે એવું પણ કહ્યું કે, હાલ મહામારીને કારણે તકેદારીઓ રાખવાની જરૂર છે નહીં તો તેઓ મોટું શક્તિ પ્રદર્શન કરી શક્યા હોત.

- Advertisement -

જોકે વિજય સુવાળા ભાજપમાં જોડાયા પછી રાજકીય હલચલ મચી ગઈ હતી. જે સંદર્ભમાં કોંગ્રેસ નેતા જયરાજ સિંહે ભાજપમાં નવા નવા જોડાયેલા વિજય સુવાળાને ખુબ ખુબ અભિનંદન પણ આપ્યા હતા. જોકે તે સાથે સાથે તેમણે કેટલાક કટાક્ષ પણ કર્યા હતા. તેમણે કહ્યું કે, જાણીતા કલાકાર વિજય સુવાળા ભાજપમાં જોડાયા તેમને ખુબ ખુબ અભિનંદન, તેમની ઈચ્છા હતી તે કોઈ પણ વ્યક્તિ જોડાવું હોય ત્યાં જોડાઈ શકે છે, આમ ખરેખર તો તેઓ માત્ર બી ટીમમાંથી એ ટીમમાં ગયા છે. તેઓએ કહ્યું કે તેઓની ત્રણ પેઢીથી મારુ પરિવાર ભાજપમાં છે, અરે ભાઈ ભાજપની સ્થાપના થયે જ એક પેઢી થઈ છે ત્રણ તો થઈ પણ નથી. અને બીજુ ભુવાજી ત્યાં ગયા છે સારી બાબત છે તેમને શુભકામનાઓ છે અને તેમને ત્યાં મજા પણ આવશે ત્યાં ડાકલા વગાડનારા વધુ છે એટલે મારી તેમને શુભકામનાઓ છે.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular