બ્રાઝિલ વિક્રમ ૧૭૧૫ લાખ ટન સોયાબીન પાક લઈને બજારમાં આવશે
કૃષિ આધારિત ટ્રમ્પ રાજકારણ: બાયોડીઝલને ટેકારૂપ થવા સોયાતેલનો ઓછો ઉપયોગ કરીશું
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): દક્ષિણ અમેરિકામાં બમ્પર સોયાબીન (Soybean) પાકની આગાહી પછી ગુરુવારે શિકાગો સીબીઓટી (Chicago CBT) સોયાબીન જાન્યુઆરી વાયદો સપ્ટેમ્બર ૨૦૨૦ પછીના ૪ વર્ષના તળિયે ૯.૪૫ ડોલર પ્રતિ બુશેલ (૨૭.૨૧૮ કિલો) જઇ બેઠો. અલબત્ત, શુક્રવારે ટેકનિકલ બાઈંગ સાથે મંદિવાળાનું નફાબુકિંગ આવતા ભાવ ૯.૭૨ ડોલર સુધી સુધરી આવ્યો હતો. જો કે ટેકનિકલ વેચવાલોની માનસિકતા કહે છે કે ભાવને નીચે જવા માટે હજુ ઘણા ફંડામેન્ટલ્સ અસ્તિત્વમાં છે. ગતમંગળ અને બુધવારે તમામ શિકાગો વાયદા ૪ વર્ષની કોન્ટ્રેક્ટ બોટમ દાખવતા હતા.
વિશ્વના સૌથી મોટા ઉત્પાદક અને નિકાસકાર બ્રાઝિલમાં સમયોચિત વરસાદ પડી જતાં દુષ્કાળનો ભય નાબૂદ થયો હતો. કન્સલ્ટન્સી એગ્રીરૂરલ એજન્સીએ કહ્યું હતું હતું અમે વિક્રમ ૧૭૧૫ લાખ ટન સોયાબીન પાક લઈને બજારમાં ઊતરશુ. ભાવ ઘટવાનું વધુ એક કારણ ટ્રમ્પ સરકાર સત્તાના સૂત્રો સંભાળે તે પહેલા કૃષિ આધારિત રાજકારણ ખેલીને એક નિવેદનમાં કહ્યું હતું કે અમે બાયોડીઝલને ટેકારૂપ થવા સોયાતેલનો ઓછો ઉપયોગ કરીશું. યાદ રહે સોયા ઉધ્યોગએ ટ્રમ્પને ચૂંટણી નિમિત્તે ખાસ ટેકો આપ્યો નાહતો.
ગત સપ્તાહે અમેરિકન સરકારે આખા વર્ષની ગેસોલીન માંગને પહોંચી વળવા ગેસોલીનનો વપરાશ વધારવાની યોજના માટે ફંડ રીલીઝ કર્યું હતું, જેમાં મકાઇ લોબીનું વર્ચસ હોવાથી મકાઇ આધારિત ઇ-૧૫ ઇથેનોલ મિશ્રણ કરવાની વાત હતી. આથી બજારમા એવી ધારણા મજબૂત બની હતી કે ભવિષ્યમાં સોયાતેલની માંગ ઘટશે. આ સ્થિતિમાં જો તેજીવાળા પોતાના ખિસ્સાને જોર આપશે તો જ, આગામી સપ્તાહે ભાવ ૯.૮૬ ડોલર સુધી ઊંચા જઇ શકે છે. વર્ષાન્ત રજાઓ પહેલા ખેલાડીઓએ તેમની પોઝિશ સરખી કરતાં પાછલા સપ્તાહમાં સીબીઓટી જાન્યુઆરી વાયદો ૧.૪ ટકા ઘટ્યો હતો.
ચીનના ટ્રેડરો એવું માનવા લાગ્યા છે કે ૨૦ જાયુઆરીએ ટ્રમ્પ સરકાર સત્તા ગ્રહણ કર્યા પછી ચીન પર ટીટ ફોર ટેટ (જેવા સાથે તેવા) ટેક્સ લાદશે તો, ચીનની આયાત મોંઘી થઈ પડશે. આથી સાઈનો ગ્રેને માર્ચ વાયદા સામે ૯૦ સેંટ અને મે વાયદા સામે ૮૦ સેંટ પ્રતિ બુશેલ એફઑબી પ્રીમિયમ ભાવે આયાત સોદા કર્યા હતા. એક ટ્રેડરે કહ્યું હતું કે એ સમયગાળામાં ઉક્ત સોદા, બ્રાઝિલિયન એફઑબી ભાવ કરતાં ૮0 સેન્ટથી ૧ ડોલર જેટલા ઊંચા ભાવના પડ્યા છે. માર્ચ અને એપ્રિલ શિપમેન્ટ ધોરણે પાંચ લાખ ટનના આ સોદા, ટ્રેડ ડેફિસિત ઘટાડવાના આશયથી બ્રાઝિલ કરતાં ખૂબ મોંઘા પડ્યા છે.
વર્લ્ડ એગ્રિકલ્ચરલ સપ્લાય એન્ડ ડિમાન્ડ એસ્ટીમેટના તાજા અહેવાલ મુજબ કપાસિયાના ઉત્પાદનમાં સહેજ વૃધ્ધિ થવાને પગલે, ૨૦૨૪-૨૫નો અમેરિકન તેલીબિયાં ઉત્પાદન અંદાજ વધારીને ૧૩૧૨ લાખ ટન મૂક્યો હતો. સોયાબીન માંગ પુરવઠાના અંદાજ યથાવત રાખ્યા હતા. સોયાતેલ ઉત્પાદનના અંદાજ ગત મહિના કરતાં વધુ મુકાયા હતા. અમેરિકન મોસમના સોયાબીન વાર્ષિક સરેરાશ ભાવ, ગત મહિનાથી ૬૦ સેંટ ઘટાડી પ્રતિ બુશેલ ૧૦.૨૦ સેંટ મૂક્યા હતા.
જાગતિક ટેલિબિયાના ૨૦૨૪-૨૫ના અંદાજોમાં રાયડા ઉત્પાદન ઘટને, આર્જેન્ટિના, તેમજ બોલિવિયામાં વધુ વાવેતર અને કેનેડામાં ઊંચી ઉત્પાદકતા સાથે સોયાબીનની ૧૭ લાખ ટનની ઉત્પાદન વૃધ્ધિ સાથે સરભર કરીને કુલ અંદાજ ઉત્પાદન ૪૨૭૧ લાખ ટન મૂક્યો હતો. કેનેડાના તાજા અહેવાલ મુજબ કનોલા (રાયડા)ની ઉત્પાદકતા ઘટવાથી પાકમાં ૧૧ લાખ ટનની પોલ આવશે. સૂર્યમુખી ઉત્પાદન સમતોલ રહેશે. રશિયા અને યુક્રેનમાં વધુ ઉત્પાદન સામે યૂરોપમાં પાક નબળો આવતા સરવાળે જાગતિક ઉત્પાદન ઘટ નહીં આવે. વાસડાએ વૈશ્વિક ખાધતેલ વર્ષાન્ત સ્ટોક, ૨૦૨૩-૨૪ની તુલનનાએ બે ટકા ઘટાડીને ૨૭૯ લાખ ટન મૂક્યો હતો.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








