Friday, May 1, 2026
HomeGujaratAhmedabadPMJAY યોજનામાં ગેરરીતિ કરતી હોસ્પિટલ્સ ચઢી ઝપટે, રાજકોટ,વડોદરા અને ભરૂચમાં કાર્યવાહી

PMJAY યોજનામાં ગેરરીતિ કરતી હોસ્પિટલ્સ ચઢી ઝપટે, રાજકોટ,વડોદરા અને ભરૂચમાં કાર્યવાહી

- Advertisement -

આસીફ કાદરી (નવજીવન ન્યુઝ. અમદાવાદ): અમદાવાદની ((Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital) મોતકાંડ બાદ સરકાર PMJAY યોજનામાં ગેરરીતિ કરતી હોસ્પિટલ્સ પર તવાઈ ચાલી રહી છે. જેના પગલે PMJAY કાર્ડ સંદર્ભે સરકાર SOP જાહેર કરવા જઈ રહી છે. ત્યારે રાજકોટની 2 હોસ્પિટલ સહિત ભરૂચ અને વડોદરાની 1 હોસ્પિટલને ગેરરીતિ બદલ રૂ. ૩.૨૮ કરોડથી વધુની પેનલ્ટી સાથે PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.

જે અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓના દર્દને દૂર કરવા માટેની યોજના છે. જેમાં ગેરરીતિ કોઇપણ ભોગે નહીં જ ચલાવી લેવાય. આવી ગેરરીતિ અટકાવવા માટે યોજનામાં એમ્પેન્લ્ડ હોસ્પિટલ્સની કામગીરી પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે ગેરરીતિ અટકાવવા માટેની પ્રક્રિયાથી સામાન્ય દર્દીઓ સાથે અન્યાય ન થઈ જાય તેનું પણ સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

- Advertisement -

મહત્વની વાત છે કે, PMJAY યોજનામાં ગેરરીતિની તપાસ દરમિયાન રાજકોટની ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે જ્યારે સ્વસ્તિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલને રુ. 2 લાખ 94 હજાર કરતા વધારેની રકમનો દંડ કરવામાં આવ્યો. ઉપરાંત વડોદરાની બેન્કર્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલને રુપિયા 57 લાખ 51 હજાર કરતા વધારેની રકમનો દંડ કરવામાં આવ્યો છે. એજ પ્રકારને ભરૂચની જયાબેન મોદી હોસ્પિટલને પણ ગેરરીતિ બદલ રુપિયા 33 લાખ 44 હજારથી વધારેની રકમનો દંડ કરવામાં આવ્યો છે. આમ રાજ્ય સરકારે ખ્યાતિ હોસ્પિટલના ભોપાળા સામે આવ્યા બાદ રાજ્યની PMJAY યોજના સંલગ્ન હોસ્પિટલો પર ચાંપતી નજર અને આકરી કાર્યવાહી શરૂ કરી છે. આગામી દિવસોમાં વધારે હોસ્પિટલોને પણ દંડ કે સસ્પેન્સનની સજા ભોગવવી પડે તેવી સ્થિતી પણ આવી શકે તેવી ચર્ચાઓ પણ હાલ ચાલી રહી છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular