નવજીવન. શામળાજીઃ અમદાવાદનો એક યુવક સ્ત્રી મિત્ર અને પોતાના પુત્રને લઈને શામળાજી નજીકની રતનપુર બોર્ડર પાસે આવેલી સિગ્નેચર હોટલમાં રોકાણ કર્યા પછી પરત અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે માર્ગ અકસ્માત થયો અને તેમાં યુવકનું મોત નિપજ્યું જ્યારે તેની સ્ત્રી મિત્ર અને છ વર્ષના પુત્રને ઈજાઓ થઈ હતી.
ઘટનાની વિગતો એવી છે કે, અમદાવાદ ડી.સી.બી બેંકમાં રિલેશનશિપ મેનેજર તરીકે ફરજ બજાવતો ૩૩ વર્ષીય યુવક પરિવારની જાણ બહાર તેની અમદાવાદ રહેતી સ્ત્રી મિત્ર અને તેના પુત્ર સાથે પલ્સર બાઈક પર ઉત્તરાયણના દિવસે શામળાજી રતનપુર ચેકપોસ્ટ નજીક આવેલી સિંગ્નેચર હોટલમાં બે દિવસ રોકાણ કરી પરત ફરતા યુવકે ફુલસ્પીડે પલ્સર હંકારતા અણસોલ નજીક બાઈક સ્લીપ ખાઈ રોડ સાઈડ થાંભલા સાથે ભટકાતા યુવકનું ઘટનાસ્થળે પ્રાણપંખેરુ ઉડી ગયું હતું જયારે યુવકની મહિલા મિત્ર અને તેના ૬ વર્ષીય પુત્રના શરીરે ઈજાઓ પહોંચતા શામળાજી દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતની ઘટનાના પગલે શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
અમદાવાદ વેજલપુરના શ્રીનંદનગર પાર્ટ-૨ માં રહેતો અને ડી.સી.બી બેંકમાં રિલેશનશિપ મેનેજર તરીકે ફરજ બજાવતો અભિષેક ભરતભાઈ પાસાવાલા પરિવારજનોની જાણ બહાર પલ્સર બાઈક પર તેની અખબારનગર વ્યાસવાડી ખાતે રહેતી સ્ત્રી મિત્ર અને તેના પુત્ર સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા શામળાજી રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાનમાં આવેલી સિગ્નેચર હોટલમાં આવ્યો હતો. બે દિવસ રજાની મજા માણી પરત ફરતા અભિષેક પલ્સર બાઈક ફુલસ્પીડે દોડાવતા પાછળ બેઠેલી તેની સ્ત્રી મિત્રએ બાઈક ધીમે ચલાવવા વારંવાર ટોકવા છતાં અભિષેક બાઈક ગફલતભરી રીતે હંકારતો હતો. આ દરમિયાનમાં અણસોલ નજીક પલ્સર બાઈક સ્લીપ થઇ રોડ બાજુમાં રહેલા થાંભલા સાથે ધડાકાભેર અથડાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બાઈક પાછળ બેઠલી મહિલા અને પુત્રના શરીરે ઈજાઓ પહોંચતા અકસ્માતના સ્થળે દોડી આવેલા લોકોએ બંનેને શામળાજી રેફરેલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. શામળાજી પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી દીધી હતી. શામળાજી પોલીસે મૃતક બાઈક ચાલક અભિષેક ભરતભાઈ પાસાવાલા સામે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












