નવજીવન. ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેની પહેલા નેતાઓએ પોતાના રાજકીય લાભને ધ્યાનમાં રાખીને પક્ષ પલટો કરવાનું શરુ કરી દીધું છે. ગુજરાતની રાજનીતિમાં પગપેશારો કરી રહેલી આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ ક્ષેત્રોમાં જાણીતા લોકોને પોતાના પક્ષમાં જોડવામાં આવી રહ્યા છે, ત્યારે હવે નવી આવેલી આમ આદમી પાર્ટીમાં વિખવાદોના અહેવાલો વહેતા થયા છે અને કેટલાક જાણીતા નેતાઓ પક્ષ છોડી રહ્યા છે. આજે આપના નેતા વિજય સુવાળાએ આપ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

થોડા સમય અગાઉ આપના એક સ્થાનીક નેતાએ આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઈટાલીયા અને ઈશુદાન ગઢવી વચ્ચે આંતરિક વિખવાદ હોવાની ચર્ચાને વેગ આપ્યો હતો, ત્યાર બાદ વિજય સુવાળાએ પણ આંતરિક વિખવાદના કારણે જ આપ સાથે અંતર કરી લીધુ હોવાના અહેવાલ મળી રહ્યા છે. આપમાંથી રાજીનામુ આપ્યા બાદ વિજય સુવાળાએ કહ્યું હતું કે રાજનીતિ મારુ કામ નથી, મને તો માત્ર ગીતો ગાવામાં જ રસ છે. જાકે તેમણે આ નિવેદનના બે દિવસ બાદ જ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.

વિજય સુવાળાએ આજે ભાજપના કાર્યાલય ખાતે જણાવ્યું હતું કે, “મેં જ્યારે આપમાંથી રાજીનામાની જાહેરાત કરી ત્યારે મારા 2000 સમર્થકોએ પણ મારી સાથે રાજીનામા આપ્યા હતા. હાલ અમારુ 2000 યુથનું આ ગ્રુપ સેવાકીય કાર્યો કરે છે. કોરોના ગાઇડલાઇનને લઇને 150થી વધુ લોકોને લઇ એકત્રીત કરવાના નથી નહીં તો આજે મોટું શક્તિપ્રદર્શન થઇ શકતું હતું. મારી સાથે 5000 લોકસેવકો અને કાર્યકર્તાઓ આજે ભાજપમાં જોડાશે. આપ સત્તામાં નથી, સત્તામાં ભાજપ છે. ભાજપમાં રહીને હું વધારે લોકસેવા કરી શકીશ.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












