Thursday, June 4, 2026
HomeBusinessઆયર્ન ઓરના ભાવ ૯૦ ડોલર નીચે વેગથી ઘટવાની આગાહી

આયર્ન ઓરના ભાવ ૯૦ ડોલર નીચે વેગથી ઘટવાની આગાહી

- Advertisement -

સ્ટીલ મિલોને લાંબા સમયની નુકશાની વેઠવાની આવી

આ વર્ષે આયર્ન ઓરના ભાવ અત્યાર સુધીમાં ૪૦ ટકા જેવા ઘટી ૯૫ ડોલર આસપાસ

માયસ્ટીલના તાજા અહેવાલ મુજબ ચીનની ૯૫ ટકા સ્ટીલ મિલો અત્યારે ખોટમાં ચાલે છે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ચીનમાં ધબી પડેલી પ્રોપર્ટી (અસ્કયામત) માર્કેટ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ધીમી પડી જતા, આ વર્ષે સરેરાશ સ્ટીલ માગ ખુબ ઓછી થઇ ગઈ છે. તૈયાર માલોના ભાવ પણ ઘટી જવાથી સ્ટીલ મિલોને લાંબા સમયથી નુકશાની વેઠવાની આવી છે. વિશ્વના સૌથી મોટા ઉત્પાદક દેશ ચીને ચેતવણીના સૂરમાં કહ્યું છે કે, આ વખતની સ્ટીલ (Steel) ઉદ્યોગની કઠણાઈ તો ૨૦૧૫ અને ૨૦૦૮ની જાગતિક મંદી સમય કરતા પણ વધુ ઘેરી બની ગઈ છે. આનો અર્થ એ થયો કે ઉદ્યોગોએ પોતાનો રોકડ પ્રવાહ જાળવી રાખવો પડશે અને તેને ધરખમ ઠંડા શિયાળાની સાથે ઉત્પાદન કાપ સાથે જોડવાનું રહેશે.

એક તરફ સ્ટીલ મિલો સંઘર્ષ કરી રહી છે, બીજી તરફ કાચામાલના ઢગલા ખડકાયા છે. આટલું અધૂરું હોય તેમ રીન્ફોર્સ્મેન્ટ બાર જેનો ઉપયોગ બાંધકામમાં થાય છે તેના ભાવ તો ૨૦૧૭ કરતા પણ નીચે જતા રહ્યા છે. હવે સ્ટીલનું ઉત્પાદન નફાકારક રહ્યું નથી, પરિણામે મિલો પર ઉત્પાદન કાપનું દબાણ વધ્યું છે. દરમિયાન, ચીનનાં સ્ટીલ ઉદ્યોગે તો જાણે કટોકટી સાથે લગ્નના સાત ફેરા ફરી લીધા છે, જાગતિક સપ્લાય તેની માંગ કરતા આગળ નીકળી ગઈ છે.

- Advertisement -

આયર્ન ઓરના ભાવ નવેમ્બર ૨૦૨૨ના તળિયે જતા રહ્યા છે, સિંગાપુર આયર્ન ઓર સપ્ટેમ્બર વાયદો સતત ચોથા ટ્રેડીંગ સત્રમાં ગુરુવારે ૩.૧ ટકા ઘટી ટન દીઠ ૯૨.૬૫ ડોલર રહ્યો હતો. આયર્ન ઓરના ભાવ છેલ્લા એક પખવાડીયામાં ૭.૫ ટકા તૂટ્યા.

કોમનવેલ્થ બેન્કના કોમોડીટી એનાલીસ્ટ વિવેક ધર તો ત્યાં સુધી કહે છે કે ભાવ ૯૦ ડોલર નીચે જવા નિશ્ચિત થઇ ગયા છે, ત્યારે સ્ટીલ મિલોના નફાનું શું થશે? અમારી ચિંતા એ છે કે આયર્ન ઓરના ભાવ જે ઝડપે ઘટી રહ્યા છે, તેને લીધે ચીનમાં સ્ટીલ મિલોની હાલત વધુ ખરાબ થશે જે ઓરની ટૂંકાગાળાની માંગને અસર કરવા સાથે ભાવ પર બેવડો માર સર્જશે કરશે.

આ વર્ષે આયર્ન ઓરના ભાવ અત્યાર સુધીમાં ૪૦ ટકા જેવા ઘટી ૯૫ ડોલર આસપાસ બોલાતા હોવાથી, ઓસ્ટ્રેલીયન આયર્ન ઓર કંપનીઓ બીએચપી, રિયો ટીંટો, ફોર્તેસ્ક્યું મેટલ્સ ગ્રુપ સહીત પર પણ ભારે દબાણ સર્જાયું છે. ચીનના દેલીયાન કોમોડીટી એક્સચેન્જ પર જાન્યુઆરી આયર્ન ઓર વાયદો ૧થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ૮.૨ ટકા ઘટી ટન દીઠ ૬૯૮ યુઆન (૯૭.૫૨ ડોલર) બોલાયો હતો. ખાસ કરીને જાન્યુઆરીથી જુલાઈ ગાળામાં ચીનના રીયલ એસ્ટેટમાં રોકાણ વર્ષાનું વર્ષ ૧૦.૨ ટકા ઘટ્યું હતું. નવા બાંધકામની શરુઆત કરવાની સંખ્યા, વર્ષાનું વર્ષ ૨૩.૨ ટકા ઘટી ગઈ છે.

- Advertisement -

બરાબર આ જ સમયે ચીનમાં સ્ટીલ ઉત્પાદના જુલાઈ ડેટાનું એનાલીસીસ કરતા જણાયું છે કે કાચામાલની મહિના દર મહિના માંગ ૯.૫ ટકા, વર્ષાનું વર્ષ ૯ ટકા ઘટીને ૮૨૯.૪ લાખ ટન રહી હતી. માંગ હજુ ઘટવાની છે અને નફાના ગાળા સંકડાવાના છે, એવી માન્યતા વચ્ચે ઘણી સ્ટીલ મિલોએ સટર પાડી દીધા છે, અને વહેલા વાર્ષિક મેન્ટેનન્સમાં લઇ જઈને ઉત્પાદનમાં કાપ મૂકી દીધો છે. માયસ્ટીલના તાજા અહેવાલ મુજબ ચીનની ૯૫ ટકા સ્ટીલ મિલો અત્યારે ખોટમાં ચાલે છે. આ સંયોગોમાં ૧૨ ઓગસ્ટ સુધીમાં ૭૯ સ્ટીલ મિલોએ રીપેર અને મેન્ટેનન્સનાં નામે ઉત્પાદન બંધ કરી દીધા હતા, ઓગસ્ટ ૨૦૨૩મા આ સંખ્યા ૪૧ યુનિટની હતી.

ભારતમાં આયર્ન ઓરની અછત અને સ્ટીલ ઉત્પાદનના લક્ષ્યાંકને પહોચી શકાતું નહિ હોવાથી ઇન્ડીયન સ્ટીલ એશોસિએશન તરફથી લો-ગ્રેડની આયર્ન ઓર અને પેલેત્સ (ગઠ્ઠા) પર નિકાસ જકાત નાખવાની માંગણી કરી છે. ૫૮ ટકા આયર્ન કન્ટેન્ટવાળા આયર્ન ઓર પર ૨૦ ટકા અને પેલેત્સ પર ૧૦ ટકા આયાત જકાત લાદવાની અપીલ કરાઈ છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular