૨૩ એપ્રિલ પછી આ પહેલી વખત માલવાહક જહાજી નૂરમાં એક દિવસીય મોટો ઘટાડો હતો
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): કેપસાઇઝ, અને પનામેક્સ જથ્થાબંધ માલના વાહક જહાજોની માંગ ઘટવા સાથે નૂર દરો નીચે આવતા સર્વાંગી જહાજી નૂરનો બાલ્ટિક ડ્રાય ઇંડેક્સ (Baltic Dry Index) સતત છઠ્ઠા ટ્રેડિંગ સત્રમાં ઘટ્યો હતો. કેપસાઇઝ, સુપ્રામેક્સ અને પનામેક્સ માલવાહક જહાજોનો આ ઇંડેક્સ ગુરુવારે ૭૨ પોઈન્ટ ઘટીને ૧૮૧૭ પોઈન્ટ, બે સપ્તાહના તળિયે બેઠો હતો. ચીનમાં સ્ટીલની માંગ નબળી હોવા છતાં, આયર્ન ઓરની મોટાપાયે આયાત થતાં ખાનીજનું વહન વધ્યું હતું. મોટા માલવાહક જહાજની માંગ વધતી રહેતા આ ઇંડેક્સ ગત સપ્તાહે છ અઠવાડિયાની ઊંચાઈએ મુકાયો હતો.
કેપસાઇઝ જહાજી નૂર ઇંડેક્સ બે સપ્તાહના તળિયે ઉતરી ૭.૯૨ ટકા કે ૨૩૨ પોઈન્ટ ઘટી ૨૬૯૯ પોઈન્ટ રહ્યો હતો. ૧.૫ લાખ ટન કોલસો કે આયર્ન ઓરનું વાહન કરતાં આ જહાજનું દૈનિક નૂર ૧૯૨૮ ડોલર ઘટીને ૨૨,૩૮૩ ડોલર બોલાયું હતું. ૬૦થી ૭૦ હજાર ટન કોલસો કે અનાજનું વાહન કરતાં પનામેક્સ જહાજનું દૈનિક નૂર ૬૫૮ ડોલર ઘટી ૧૭,૧૪૧ ડોલર મૂકાતા આ જહાજનો ઇંડેક્સ ૭૩ પોઈન્ટ નબળો પડી ૧૯૦૫ પોઈન્ટ રહ્યો હતો. નાના માલ વાહક જહાજ સુપ્રામેક્સ ઇંડેક્સ પણ ૧.૪૯ ટકા અથવા ૨૨ પોઈન્ટ નીચે જઈને ૧૪૫૩ પોઈન્ટ રહ્યો હતો.
તાજેતરના મહિનાઓમાં અસંખ્ય કારણોસર બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. મહત્વના માલ વાહક જહાજોના દરિયાઈ માર્ગના દેશોમાં દુષ્કાળ જેવી સ્થિતિ, જહાજી નૂર બજારની નજીકના દેશોમાં વણસતી યુદ્ધગ્રસ્ત સ્થિતિ, જેવા કારણોસર નૂરના ભાવમાં વધઘટ થતી રહી છે. ચીનમાં મોસમી માંગ ઘટવાના અનુમાન પર બુધવારે આયર્ન ઓરના ભાવ સતત બીજા દિવસે ઘટયા હતા. અમેરિકાએ કેટલાંક ચાઈનીસ સામાન પર જકાત વધારી હતી. ચીનના ક્રેડિટ ડેટા ધારણા કરતાં નબળા આવતા, અર્થતંત્રનો વિકાસ નબળો ન પડી જાય તે હેતુથી, સત્તાવાળાઓએ વધુ બોન્ડ તરતા મૂકવાનો નિર્ણય કર્યો હતો.
ચીનથી આયાત થતાં ઇલેક્ટ્રિક સ્કૂટર, કોમ્પ્યુટર ચિપ્સ, અને મેડિકલ ઉત્પાદનો જેવી અસંખ્ય ચીજો પર નિયંત્રણ મેળવવા અમેરિકન પ્રમુખે મંગળવારે સંખ્યાબંધ જકાતોનો પટારો ખોલી નાખ્યો હતો. જો કે ચીનની ચીજો પર આવી જકાત વૃધ્ધિની બલ્ક જહાજોના નૂર પર ખાસ કોઈ અસર થવાની નથી, તેમછતાં ચીનએ વળતાં હુમલા તરીકે અમેરિકન અનાજને લક્ષ્યાંક બનાવશે, ત્યારે તેની માલ વાહક જહાજોના નૂર પર અસર થશે.
જગતના વેપારનો આરીસો ગણાતા બાલ્ટિક ડ્રાય ઇંડેક્સ પર વૈશ્વિક અર્થતંત્ર અને વેપારના મેક્રો મોડેલ અને એનાલીસ્ટોના આકલનની અસર જોવા મળશે, જોકે એનાલિસ્ટો માને છે કે વર્તમાન વર્ષના આખરી ત્રિમાસિકમાં ઇંડેક્સ ૧૭૭૦ પોઈન્ટ આસપાસ ટ્રેડ થશે. તેઓ માને છે કે ૧૨ મહિનામાં ઇંડેક્સ અંદાજે ૨૦૫૫ પોઈન્ટ આસપાસ ટ્રેડ કરશે.
નૂરના બાલ્ટિક ડેરિવેટિવઝ વેપારનો ઉપયોગ કરીને જાગતિક શીપબ્રોકરોની પેનલની વ્યાવસાયિક ગણતરીને આધારે કહી શકાય કે, બેન્ચમાર્ક ફિઝિકલ કન્ટેનર્સ અને જથ્થાબંધ માલના વહનને ધ્યાનમાં રાખી સામાન્ય ઇન્ડિકેટરો નિર્ધારિત કરવામાં આવે છે. ડ્રાય બલ્ક માર્કેટનું વર્તન અપેક્ષાથી વિપરીત રહ્યું છે. જેફરીસ એનાલીસસની એક નોંધમાં કહેવાયું કહેવાયું છે કે ઓસ્ટ્રેલીયા અને બ્રાઝિલથી આયર્ન ઑર્ તેમજ પશ્ચિમ આફ્રિકાથી બૉક્સાઈટ લોડિંગ ભરતા કેપસાઇઝ જહાજોનું વહન વધતું રહેશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








