Thursday, June 4, 2026
HomeBusinessકોકોના ભાવ ૪૬ વર્ષની ઊંચાઈએ: માર્ચમાં ૬૦ ટકા વધ્યા

કોકોના ભાવ ૪૬ વર્ષની ઊંચાઈએ: માર્ચમાં ૬૦ ટકા વધ્યા

- Advertisement -

કોકો આધારિત ઉત્પાદકો કાચોમાલ કોઈ પણ ભાવે હાથવાગો કરવા ઉતાવળા થયા

પશ્ચિમ આફ્રિકામાં વર્ષે બે વખત કોકો ફળ આપતા ઝાડમાં બીજા પાકની ચિંતાઓમાં વધારો

ઇબ્રાહિમ પટેલ ( (નવજીવન ન્યૂઝ. મુંબઈ): કોકોના (Cocoa)ભાવ કયા જઈ અટકશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. આ ક્ષેત્રના વ્યવસાઈકો પણ આશ્ચર્યમાં મુકાયા છે, તેઓ માને છે કે બજાર ગાંડીતૂર થઈ છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ભાવ બમણા થઇ ગયા છે, એકલા માર્ચ મહિનામાં ભાવ ૬૦ ટકા વધ્યા હતા. આ સપ્તાહે લંડન એક્સચેન્જમાં એક જ દિવસમાં ભાવની વધઘટ ૬૦૦ પાઉન્ડની જોવા રહી છે. ગતવર્ષે આ સમયે ભાવની આવી દૈનિક વધઘટ ૧૫થી ૨૦ પાઉન્ડ જેટલી સીમિત હતી. ક્યારેક પચાસ પાઉન્ડ પણ જોવાઈ હતી.

આખા વિશ્વમાં કોકોના ભાવ ઐતિહાસિક ઊંચાઈ પહોંચ્યા છે. આઇસીઇ ન્યુયોર્ક મે વાયદો શુક્રવારે ટન દીઠ ૧૦,૭૭૧ ડોલરની ઊંચાઈએ પહોંચ્યો હતો. પશ્ચિમ આફ્રિકાના ઉત્પાદક દેશો આઇવરી કોસ્ટ, ઘાના, ગુયાના, કેમેરુનમાં કોકો પાક માટેના નકારાત્મક હવામાને, તેજીમાં નવા ઊંબાડિયા કર્યા છે. ટ્રેડરો હવે એપ્રિલથી સપ્ટેમ્બરમાં આવનારા પાક પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. સપ્ટેમ્બરમાં પૂરી થતી આઇવરી કોસ્ટની ૨૦૨૩-૨૪ની કોકો મોસમમાં વર્ષાનું વર્ષ પાક ૨૧.૫ ટકા ઘટીને ૮ વર્ષમાં સૌથી ઓછો, ૧૭.૫ લાખ ટન આવવાની સંભાવના છે.

- Advertisement -

આઈસીઇ ન્યુયોર્ક ખાતે વર્તમાન ભાવ છેલ્લા ૪૬ વર્ષમાં આટલી ઊંચાઈએ પહેલીવાર જોવા મળ્યો છે. કોકોની તેજી કોફીને પણ ઉપર જવા દિશાદોર દાખવી રહ્યા છે. બ્રાઝિલ અને વિયેતનામ વૈશ્વિક કોફી બજારમાં અત્યારે કેન્દ્ર સ્થાને આવી ગયા છે. જો ટૂંકાગાળામાં ફન્ડામેન્ટલ આંતરપ્રવાહ નહીં સુધરે તો કોકોના ભાવ સતત વધ્યા જ કરશે. કોકો પુરવઠાની અછત આ સતત ત્રિજાવર્ષે જોવાઈ રહી છે. વધુ પડતો વરસાદ પડે તો કોકો ફળમાં બગાડ સર્જાય અને જો લાંબા સમય સુધી ગરમી ૩૦ ડિગ્રી સેલ્સિયસથી વધુ રહે તો દુષ્કાળની સ્થિતિ ગણાય અને ઉતારા, ઉત્પાદકતા ઓછા આવે. વર્તમાન અછતના આ પ્રાથમિક કારણો છે.

ભાવ અમર્યાદ ઉપર જઈ રહ્યા છે તેનો અર્થ એ કે નબળા હવામાને પશ્ચિમ આફ્રિકામાં કોકો ઝાડને રોગ લાગુ પડ્યો છે, લણણી ઘટી રહી છે, આથી ઝાડનું વાવેતર નવેસરથી કરવું પડશે. કોકો આધારિત ઉત્પાદકોને ખાતરી થઈ ગઈ છે કે ભાવ સતત વધતાં રહેશે, તેથી તેઓ કાચોમાલ કોઈ પણ ભાવે હાથવાગો કરવા ઉતાવળા થયા છે. એશિયાના સૌથી મોટા કોકો બિન ક્રશર ગુઆન કહૉંગ કોકો (જીસીબી) કહે છે કે અત્યારે બધાજ મૂંઝવણમાં છે. કોકો બટર ટ્રેડરો અને ઉત્પાદકો જ્યાંથી મળે ત્યાંથી બીન્સ લેવાલ છે, પછી ગુણવત્તા કોઈ પણ હોય, પણ માલ તમારો અને ભાવ પણ તમારા કહી લેવાલ છે.

છેલ્લા કેટલાય મહિનાથી તેજીવાળા નફો બુક કર્યા વગર ભાવને ઊંચે લઈ જઈ રહ્યા છે એ જોતાં આગામી વર્ષે પણ સ્થિતિ આથી વધુ ખરાબ થવાની સંભાવના નકારી ના શકાય. પશ્ચિમ આફ્રિકામાં વર્ષે બે વખત કોકો ફળ આપતા બીજા પાકની ચિંતાઓમાં વધારો થયો છે, તેથી હવે પુરવઠા અછત વધુ સર્જાવાનો ભય છે. ઘાનાનો જુલાઈમાં શરૂ થતો બીજો પાક અગાઉ ૧.૫ લાખ ટન અંદાજવામાં આવતો હતો, તે હવે ૨૫ હજાર ટન અનુમાનિત છે.

- Advertisement -

આઇવરી કોસ્ટના નિયમન કર્તાઓ કહે છે કે એપ્રિલમાં શરૂ થયેલો બીજો પાક, ગતવર્ષના ૬૦,૦૦૦ ટનની તુલનાએ, ૩૩ ટકા ઓછો ૪૦,૦૦૦ ટન આવશે. વધુમાં નાઈજીરિયાના બીજા પાકના અનુમાન, અગાઉ ૯૦૦૦૦ ટન મુકાયા હતા, તે ઘટાડીને હવે ૭૬,૫૦૦ ટન અંદાજાય છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular