નવજીવન. જુનાગઢઃ જુનાગઢના મણાવદર ખાતે એક મહિલાએ એસિડ પી લઈને આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે કારણ મહિલાના આપઘાત પાછળ તેના પુત્રએ આક્ષેપ કર્યો છે કે તંત્ર દ્વારા કરાયેલી ડીમોલિશનની કામગીરીને પગલે તેની માતાએ આપઘાત કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે ખારા નદી પર બનવા જઈ રહેલા રિવરફ્રન્ટની કામગીરી દરમિયાન કરવામાં આવેલી ડીમોલિશનની કામગીરીમાં આ પરિવારે પણ ઘર ગુમાવ્યું હોવાનું કહ્યું છે. જેમાં તેમનું મકાન ઢેર થતા માતાએ આપઘાતનું પગલું ભર્યું હતું. એસિડ ગટગટાવવાને મામલે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મણાવદરના બાંટવા રોડ પર સરકાર દ્વારા રિવરફ્રન્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને પગલે નદી કિનારાની સરકારી જમીન પર આવેલા મકાનોનું ડિમોલિશનની કામગીરી કરવામાં આવ્યું હતું. પરિવારનું કહેવુ છે કે અહીં મકાનમાં રહેતા દેવુંબેન નાનુભાઈ સોલંકી નામના વૃદ્ધ મહિલાનું ઘર પુરું થઈ ગયું, વર્ષો જે ઘરમાં પરિવાર સાથે વિતાવ્યા હોય તે ઘર ન રહ્યું તો મહિલાએ જીવન ટુંકાવી દિધું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. કારણ કે તેમણે ઘણી વખત આ મકાન માટે તંત્રને રજૂઆતો કરી હતી. જોકે કોઈ નક્કર પરિણામ નહીં આવ તેનો રંજ સતત તેમને થતો હતો. તેમણે એસિડ પી લીધું અને તેમની તબીયત લથડી પડી જેને કારણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જોકે ત્યાં હોસ્પિટલના બીછાને તેમણે અંતિમ શ્વાસ લીધા. પોલીસે મામલાની વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે વૃદ્ધ મૃતક માતાના પુત્રએ કહ્યું કે, અમે 40 વર્ષથી અહીં રહેતા હતા. રિવરફ્રન્ટનું કામ ચાલુ થતાં અમારા મકાન પાડી દેવામાં આવ્યા, અમે તેના કારણે રોડ પર આવી ગયા, મારી બાને આનો આઘાત લાગ્યો હતો. અમારું ઘર દીકરીઓ વાળું ઘર છે, સતત ચિંતા રહેતી કે હવે શું થશે, ક્યાં રહીશું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












