Thursday, April 30, 2026
HomeGujaratAhmedabadહિમોડાયાલિસિસ સેન્ટરના ઉદ્ઘાટન પહેલા જ ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ

હિમોડાયાલિસિસ સેન્ટરના ઉદ્ઘાટન પહેલા જ ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: કોઈ વિસ્તારમાં જ્યારે જાહેર હિત માટે કોઈ કામ કરવામાં આવે છે, ત્યારે ત્યાંના સ્થાનિક નેતાઓ જશ ખાટવા તૈયાર રહે છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. એવામાં ભાજપ અને કોંગ્રેસ પક્ષના નેતાઓ એકબીજા પર પ્રહારો કરતાં રહે છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) હિમોડાયાલિસિસ (Hemodialysis) સેન્ટરના ઉદ્ઘાટન મામલે કોંગ્રેસનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) અને ભૂષણ ભટ્ટ (Bhushan Bhatt) વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના બહેરામપુરામાં ચેપી રોગની હોસ્પિટલમાં હિમોડાયાલિસિસ સેન્ટર બનાવવામાં આવ્યું છે. ત્યારે આ સેંટરનું નજીકના સમયમાં ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. ઉદ્ઘાટનની તક્તીમાં ઈમરાન ખેડાવાલાનું નામ ન હોવાને કારણે વિવાદ થયો છે. આ બાબતે ઈમરાન ખેડાવાલા હોસ્પિટલે પહોંચ્યા હતા અને તેમનું નામ ન હોવા બાબતે વિરોધ કર્યો હતો. તેમજ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, હોસ્પિટલના પૈસા કમલમમાંથી નથી આવતા.

- Advertisement -

હિમોડાયાલિસિસ સેન્ટરનો શ્રેય ખાટવા કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ભૂષણ ભટ્ટ વચ્ચે હોડ જામી છે. સેન્ટરના ઉદ્ઘાટન અંગે પોસ્ટ શેર કરતાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ લખ્યું કે, મેરા કામ હી મેરી પહેચાન હૈ. આ પ્રકારે પોસ્ટ કરી ઈમરાન ખેડાવાલા લોકો માટે કામ કરી રહ્યા હોવાની વાત કરે છે તો બીજી તરફ ઈમરાન ખેડાવાલાની પોસ્ટનો વળતો જવાબ આપતા ભૂષણ ભટ્ટે લખ્યું કે જનતા સબ જાનતી હૈ. ભૂષણ ભટ્ટે એમ પણ કહ્યું કે ઈમરાન ખેડાવાલાએ કઈ જ કર્યું નથી. વધુમાં ભૂષણ ભટ્ટે ઈમરાન ખેડાવાલા માટે ફોઈ શબ્દ પ્રયોજ્યો હતો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular