નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: Adani-Hindenburg case verdict : હિન્ડેનબર્ગ કેસને લઈ ગૌતમ અદાણી મુશ્કેલીમાં મુકાયા હતા. હિન્ડેનબર્ગનો મામલો છેક સુપ્રિમ સુધી પહોંચ્યો હતો. SEBIએ હિન્ડેનબર્ગ કેસની તપાસ બાદ સુપ્રિમ કોર્ટને (Supreme Court) રિપોર્ટ સોંપ્યો હતો. હિન્ડેનબર્ગ કેસમાં SEBIના રિપોર્ટ બાદ સુપ્રિમ કોર્ટે ગૌતમ અદાણીને (Gautam Adani) રાહત આપતો ચુકાદો આપ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હિન્ડેનબર્ગ કેસ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. શેર બજાર પણ કડકભૂસ થઈ ગયું હતું. એવામાં સુપ્રિમ કોર્ટમાં થયેલી હિન્ડેનબર્ગ કેસની સુનાવણી બાદ સુપ્રિમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. નવેમ્બર 2023 બાદ આજે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ડી. વાય. ચંદ્રચૂડ દ્વારા ચુકાદો આપવામાં આવતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માટે રાહતના સમાચાર છે. SEBIએ હિંડેનબર્ગ કેસ મામલે તપાસ બાદ સોપેલા રિપોર્ટ પર ચીફ જસ્ટીસ ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું કે, મુદ્દે SEBIના તપાસ અહેવાલ અને નિષ્ણાત સમિતિની નિષ્પક્ષતા પર કોઈ શંકા નથી. હિંડેનબર્ગના રિપોર્ટને અંતિમ પણ માની શકાય નહીં.
ચુકાદો અનામત રાખતી વખતે સુપ્રિમ કોર્ટે એમ પણ કહ્યું કે, જેણે અદાણી જૂથ સામે તપાસ કરી છે, તે શેરબજારને નિયમન કરતાં SEBIને બદનામ કરવાનું કોઈ કારણ નથી. 24 જાન્યુઆરી, 2023ના રોજ અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિન્ડેનબર્ગે ગૌતમ અદાણીની તમામ કંપનીઓ પર એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. જો કે અદાણી ગ્રુપે આ આરોપોને ફગાવ્યા હતા અને તમામ આરોપો પાયાવિહોણા હોવાની વાત કરી હતી.
આ પ્રકારના આહેવાલ બાદ અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડો થયો હતો. બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને હવે ચુકાદાનો દિવસ પણ આવી ગયો છે. સુપ્રિમ કોર્ટે SEBIને આદેશ આપ્યો છે કે, તે આપેલા સમયની અંદર તેની સંપૂર્ણ તપાસ રિપોર્ટ રજૂ કરે. ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે બુધવારે અદાણી-હિન્ડેનબર્ગ કેસ પર પોતાનો ચુકાદો આપ્યો છે. ચુકાદો આપતી વખતે CJIએ કહ્યું કે, કોર્ટ પાસે SEBIના અધિકારક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવાની મર્યાદિત સત્તા છે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, આ મામલાની તપાસ SEBI પોતે કરશે, તપાસ SITને ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








