Monday, September 7, 2026
HomeGeneralલવ જેહાદ અને ડ્રગ્સના મામલે વડીલોની ભૂમિકા મોટી છે, આટલું કરવાથી અટકી...

લવ જેહાદ અને ડ્રગ્સના મામલે વડીલોની ભૂમિકા મોટી છે, આટલું કરવાથી અટકી શકે છે આ દૂષણ: જાણો IGP પાંડિયને શું કહ્યું

- Advertisement -

હરેશ ભટ્ટ (નવજીવન.સુરત): જેના માટે સરકાર પણ ચિંતિત છે તે લવ જેહાદ અને ડ્રગ્સના મામલે વડીલોની ભૂમિકા મહત્ત્વની હોવાનું સુરત રેન્જના આઈજીપી ડો. એસ.પી. રાજકુમાર (રાજકુમાર પાંડિયન)એ કહ્યું હતું. વડીલોની ભૂમિકા પછી પોલીસની પણ એટલી જ મહત્ત્વની ભૂમિકા હોવાનું પણ તેમણે કહ્યું હતું.



વાતને વિગતે સમજાવતા તેમણે કહ્યું કે કોઇ પણ પરિવારમાં દિકરો હોય કે દીકરી જો તે કોઈ આડા રસ્તે ચઢી જાય તો તેની દિનચર્યામાં ફેરફાર જોવા મળે છે. જેનો સૌથી પહેલો અનુભવ આ સંતાનની માતાને થાય છે. પરિવારના તમામ સભ્યો આ વર્તણૂંકથી વાકેફ થાય છે. જેમ કે કોઈ યુવાન દીકરી જો કોઇના પ્રેમમાં ગળાડૂબ હોય તો તે પોતાનો મોબાઇલ એક સેકન્ડ પૂરતો પણ રેઢો ન મૂકે, છાને ખૂણે વાતો કરે, અલગ અલગ બહાના બતાવી ઘરમાંથી બાર નીકળવાનો પ્રયાસ કરે, આ અને આવી અનેક વર્તણૂંકથી માતા-પિતાને તેમજ પરિવારજનોને ખ્યાલ આવી જ જતો હોય છે કે તેમની યુવાન પુત્રી કોઈક એવા રસ્તે છે જે પરિવારથી છુપાવવા માગે છે. પણ, સમાજમાં માન મોભો નહીં જળવાય એવા ડરના કારણે કોઈ આગળ આવવાની હિંમત કરતું નથી.
 
આવું જ ડ્રગ્સના મામલે પણ છે. માનો કે યુવાન દીકરો કે દીકરી જરૂર કરતા વધારે નાણાંનો ખર્ચ કરવા લાગે, જરૂર પડે ઘરમાંથી નાંણાની ચોરી કરે, ખોટું બોલી બહાર જાય, ઘરેથી કોલેજે જવા નીકળે ને પછી કોલેજે પહોંચે જ નહીં. આ અને આવા અનેક ઉદાહરણો છે કે જેનાથી પરિવારજનોને ખ્યાલ આવી જાય છે. આવું કોઇ પણ પરિવારમાં થતું હોય, દિકરો કે દીકરી અવળા રસ્તે જતા જોવા મળે તો તુરંત જ પોલીસનો સંપર્ક કરો. પોલીસ અત્યંત ગુપ્તતા જાળવશે. તમારું નામ કોઈ જગ્યાએ ચર્ચામાં ન રહે તેની ખાસ કાળજી રાખશે. તમારા સંતાનને સમજાવશે. સાચો રસ્તો બતાવશે. પોલીસ પાસે જવામાં ડર રાખવાની જરૂર નથી. પોલીસ પણ પ્રજાની મિત્ર છે. જેથી કોઈ પણ જાતના ખચકાટ વગર પોલીસનો સંપર્ક કરો, પોલીસની મદદ લો, પોલીસ આ કામ ગુપ્ત રીતે કરી આપશે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular